સોના-ચાંદીનાં ભાવમાં જોરદાર ઉછાળો, જાણો જ્વેલરી બનાવવી કેટલી થઈ મોંઘી

Business
Business

આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં થયેલા વધારા વચ્ચે, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 800 વધીને રૂ. 73,350 પ્રતિ 10 ગ્રામ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ સતત ચોથા દિવસે રૂ. 1,400 વધીને રૂ. 93,700 પ્રતિ કિલોગ્રામ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 92,300 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો. HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારોમાં સ્પોટ ગોલ્ડ (24 કેરેટ)ના ભાવ 73,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા. આ અગાઉના બંધ ભાવ કરતાં રૂ. 800 વધુ છે.

સોના અને ચાંદીના વૈશ્વિક ભાવ

આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટ કોમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2,360 ડોલર પ્રતિ ઔંસ પર હતું, જે અગાઉના બંધ ભાવ કરતાં 28 ડોલર વધુ છે. ગાંધીએ જણાવ્યું હતું કે શુક્રવારે સોનાના ભાવમાં વધારો યુએસમાં અપેક્ષિત મેક્રો ઇકોનોમિક ડેટા કરતાં નબળા હોવાને કારણે થયો હતો. આનાથી યુએસ ફેડરલ રિઝર્વ વર્ષ 2024માં ઓછામાં ઓછા બે વખત વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા વધી ગઈ છે. ચાંદીના ભાવ પણ 30.40 ડોલર પ્રતિ ઔંસ પર બોલાયા હતા. ગુરુવારે તે $30.15 પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.