ગુજરાતનું બજેટ કનુભાઈ દેસાઈએ 2,43,965 કરોડ રુપિયાનું રજૂ કર્યું
ગુજરાતમાં ભાજપ સરકાર ગુરુવારે રાજ્ય માટે તેનું છેલ્લું બજેટ રજૂ કરશે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં મતદાન થવાનું છે, તેથી આ બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બને તેવી શક્યતા છે. જેના કારણે આ વખતે બજેટમાં મોટી જાહેરાતો થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું છે.
આજે એટલે કે ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. ગયા વર્ષે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે આશરે રૂ. 2.27 લાખ કરોડનું હતું. ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પોપ્યુલિસ્ટ બજેટ હોવાની શક્યતા છે. કનુભાઈ દેસાઈ આ વખતે તેમનું પ્રથમ બજેટ રજૂ કરશે. ગયા વર્ષે કેબિનેટમાં ફેરબદલ બાદ તેમણે નાણા વિભાગનો હવાલો સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે.