ગુજરાત સહિતના રાજ્યોમાં મગફળીનું વાવેતર ઘટ્યું
ગુજરાતમાં ચોમાસાની અડધી સિઝન પૂરી થઇ ગઇ છે અને 57 ટકા વરસાદ થઇ ગયો છે છતાં મગફળીના વાવેતરમાં ઘટાડો થયો છે,જ્યારે કપાસના વાવેતરમાં વૃધ્ધિ જોવા મળી છે.જેમા 15 જુલાઇના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મગફળીના વાવેતરમાં 7.41 ટકાનો ઘટાડો થયો છે.14.26 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે,જે ગત વર્ષમાં 15.4 લાખ હેક્ટરમાં હતું.આમ દેશમા ગુજરાત જ નહીં છતીસગઢ,હરિયાણા,કર્ણાટક,મહારાષ્ટ્ર,ઓડિસા,રાજસ્થાન,તેલંગાણા સહિતના રાજ્યોમા મગફળીના વાવેતરમાં ઘટાડો થયો છે.આમ સમગ્ર દેશમાં મગફળીના વાવેતરમાં સરેરાશ 2.8 ટકાનો ઘટાડો છે.બીજીતરફ કપાસના વાવેતરમાં વૃધ્ધિ છે અને સમગ્ર સિઝનમાં 10 ટકા વધુ વાવેતર થવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.સમગ્ર દેશમાં કપાસનું વાવેતર 6.44 ટકા વધીને 102.8 લાખ હેક્ટર થયું છે.