GSTના કરદાતા હવે SMSથી નિલ રિટર્ન ફાઇલ કરી શકશે

Business
Business

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં કરદાતાઓને નિલ રિટર્ન ફાઇલ કરવા માટે ઓનલાઇન જીએસટીઆર-3બી ફાઇલ કરવું પડતું હતું. પરંતુ હવે કરદાતાઓ નિલ રિટર્ન ફાઇલ ઓનલાઇનની જગ્યાએ મોબાઇલ એસએમએસથી ફાઇલ કરી શકશે. આમ સરકારના આ નિર્ણયથી કરદાતાઓને મોટી રાહત થઇ છે.

જીએસટીની તા. 13 માર્ચના રોજ યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં સરકારે એસએમએસ દ્વારા નિલ જીએસટી રિટર્ન ફાઇલ કરવા પર ચર્ચા કરી હતી. જેને તાજેતરમાં અમલમાં મૂક્તા કરદાતાઓ હવે એસએમએસથી નિલ રિટર્ન ફાઇલ કરી શકશે. લૉકડાઉન દરમિયાન કરદાતા પાસે કમ્પ્યૂટરની સગવડ ન હોવાના કારણે ઓનલાઇન લોગઈન થઇ જીએસટીઆર-3બી રિટર્ન ભરવું મુશ્કેલ હતું. જેને ધ્યાનમાં લઇને સરકારે કરદાતાઓ નિલ રિટર્ન એસએમસ દ્વારા ફાઇલ કરવાની સગવડ શરૂ કરી છે. જેના માટે કરદાતાએ જીએસટી નેટવર્કના મોબાઇલ નંબર પર એસએમએસ કરવાનો રહેશે. જ્યારે કરદાતા નિલ રિટર્ન માટે એસએમએસ મોકલશે ત્યારે તેના જવાબમાં એન્કલોઝમેન્ટ નંબર સામેથી મળશે.

આમ હવેથી કરદાતાને ઇન્ટરનેટ વગર એસએમએસ દ્વારા નિલ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા આપી છે. જેને કારણે 22 લાખ કરદાતાઓ કે જેઓ માસિક નિલ રિટર્ન ફાઇલ કરતા હતા તેઓને મોટો ફાયદો થશે. લૉકડાઉનને કારણે વેપાર-ધંધા બંધ હોવાથી વેપારીઓ તેમજ જીએસટીના કરદાતાને જીએસટીઆર-3બી ફાઈલ કરવામાં પડતી મુશ્કેલીને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.