ગુગલએ પ્લે સ્ટોરમાંથી પે-ટીએમ એપને હટાવી

Business
Business

ન્યુ દિલ્હી,
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે GOOGLE એ મોટો ર્નિણય લીધો છે. GOOGLE PLAY STORE …. HIKE PAYTM એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ PAYTM  એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ PAYTM ને પ્લે સ્ટોર પરથી હટાવવાનો ર્નિણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી છે.
રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં PAYTM નો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.
‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જાે એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે. ‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.