નવરાત્રી પહેલા આવ્યા સારા સમાચાર, કર્મચારીઓના ડીએ કન્ફર્મ! 27,000 રૂપિયા મળશે વધુ પગાર

Business
Business

આ તહેવારોની સિઝનમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓને વધેલો પગાર આપી શકે છે. જે કર્મચારીઓ લાંબા સમયથી ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે તેઓને પાછલા મહિનાના એરિયર્સ સાથે ડીએમાં વધારાની અપડેટ ટૂંક સમયમાં મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારાની જાહેરાત ઓક્ટોબરના અંતમાં થઈ શકે છે.

કેબિનેટની બેઠકમાં વધેલા ડીએને મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ કર્મચારીઓને વધુ પગારનો લાભ મળશે. AICPI ઇન્ડેક્સના ડેટા અનુસાર, આ વખતે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે.

મૂળ પગાર – રૂ 56,900 ની ગણતરી શું હશે?

> મૂળભૂત પગાર – રૂ. 56,900
>> નવું DA (46 ટકા) – રૂ. 26,174 પ્રતિ માસ
>>વર્તમાન ડીએ (42 ટકા) – રૂ. 23,898 પ્રતિ માસ
>> કેટલું ડીએ વધ્યું – 2276 રૂપિયા પ્રતિ માસ
>> વાર્ષિક કેટલો વધારો થશે – રૂ. 27312

મૂળ પગાર – રૂ. 18,000ની ગણતરી શું હશે?

>> મૂળ પગાર – રૂ. 18,000
>> નવું DA (46 ટકા) – રૂ 8280 પ્રતિ મહિને
>>વર્તમાન ડીએ (42 ટકા) – રૂ 7560 પ્રતિ માસ
>> કેટલું ડીએ વધ્યું – 720 રૂપિયા પ્રતિ માસ
>> વાર્ષિક કેટલો વધારો થશે – 8640 રૂપિયા

DAમાં 4 ટકાનો વધારો થશે

7મા પગાર પંચ હેઠળ આ વખતે પણ સરકાર કર્મચારીઓના પગારમાં 4 ટકાનો વધારો કરશે. આ વધારા બાદ કર્મચારીઓનો DA વધીને 46 ટકા થઈ જશે અને 1 જુલાઈ 2023થી કર્મચારીઓને તેનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારા માટે થોડી રાહ જોવી પડશે. સરકાર ઓક્ટોબરના અંતમાં કર્મચારીઓને આ ભેટ આપી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.