સોના-ચાંદીમાં નવેસરથી તેજીનો ટ્રેન્ડ શરૂ થયો, સોનું વધી ફરી રૂ.53500 અને ચાંદી 65000 ઝડપી થવાની શક્યતા

Business
Business

ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની નરમાઇ અને કોરોના વેક્સીન રસીના સમાચાર ડિસ્કાઉન્ટ થતા સોના-ચાંદીમાં ફરી ઝડપી તેજી જોવા મળી છે. સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સરેરાશ 70-75 ડોલર જ્યારે સ્થાનિક બજારમાં 1100 વધી રૂ.51000ની સપાટી ઉપર ક્વોટ થવા લાગ્યું છે જ્યારે ચાંદી રૂ.3500 ઉછળી 63000 બોલાઇ ગઇ છે.

આગામી સપ્તાહે સોનું ઉંચકાઇ ઝડપી 52000 અને ત્યારબાદ 53500 સુધી પહોંચી શકે છે જ્યારે ચાંદી ઝડપી 65000ની સપાટી ક્રોસ કરે તેવા સંકેતો છે. ડોલર સામે રૂપિયાની ચાલ કેવી રહે છે તેના પર સ્થાનિક બજારમાં ભાવની પેટર્ન ઘડાશે.

સ્ટીમ્યુલસ પેકેજની સંભાવના વધતા બૂલિયન, શેરબજાર, બિટકોઇન, મેટ્લસમાં તેજીની આગેકૂચ
રવી વાવેતરમાં જંગી વૃદ્ધિથી એક તરફી તેજીને બ્રેક
એગ્રી કોમોડિટીમાં છેલ્લા કેટલાક સમયથી એકતરફી તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો પરંતુ રવી વાવતેર વિસ્તારમાં ઝડપી વૃદ્દિ અને સારા પાકના આશાવાદે તેજીને બ્રેક લાગી છે. ઉંચા ભાવથી નિકાસ વેપારો અને સ્થાનિકમાં માગ ઠંડી પડી છે બીજી તરફ ખરીફ સિઝનના માલોમાં ખેડૂતોની આક્રમક વેચવાલીના કારણે સુધારો અટક્યો છે. જોકે, ખાદ્યતેલોમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો. સિંગતેલ ડબ્બો 2450 ઉપર ક્વોટ થઇ રહ્યો છે. સાઇડ તેલો મજબૂત છે.

મેટલ્સમાં કોપર-નિકલમાં વન-વે તેજી
1. સ્ટીમ્યુલસ પેકેજના અહેવાલે તેજી: કોરોના સંક્રમણ-અર્થતંત્રને વેગ આપવા માટે સ્ટીમ્યુલસ પેકેજ અમેરિકા અને યુરોપિયન દેશો આપશે તેવા અહેવાલે મેટલ્સમાં ઝડપી તેજી જોવા મળી છે.
2. સ્ટીલના ભાવ ત્રણ વર્ષની ટોચે: કોરોના સંકટ વચ્ચે સ્ટીલમાં ઝડપી તેજી આવી છે. વૈશ્વિક બજાર કરતા સ્થાનિકમાં ભાવ હજુ નીચા છે. સ્ટીલના ભાવ અત્યારે 47000ની સપાટી ઉપર પહોંચતા ત્રણ વર્ષની ઉંચી સપાટી પર પહોંચ્યા છે જે ઝડપી 50000ની સપાટી ક્રોસ કરશે.
3. ડોલર ઇન્ડેક્ષની મૂવમેન્ટ પર વધઘટઃ ડોલરની રેન્જ પર મેટલ્સ માર્કેટની તેજી-મંદીની રૂખ નિર્ભર બનશે. ડોલર નબળો પડી રહ્યો છે. ડોલર નબળો પડી 90 નજીક પહોંચ્યો છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.