સોના-ચાંદીમાંં શોર્ટટર્મ તેજીનું ધ્યાન, સોનું રૂ.54000 ચાંદી 63000 થઇ શકે

Business
Business

યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ કોરોના પોઝિટીવ સાથે ફરી મહામારીનો ભય ફેલાતા બૂલિયન માર્કેટમાં શોર્ટટર્મ તેજી તરફી ટ્રેન્ડ રહેવા અંદાજ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું 1900 ડોલર ઉપર બંધ આપતા આગામી સપ્તાહે 1930-1950 ડોલર અને સ્થાનિક બજારમાં ફરી 54000 સુધી અને ચાંદી 63000 પહોંચી શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 25.30-26 ડોલરનું અનુમાન છે. ગત સપ્તાહે અમદાવાદ ખાતે સોનામાં 800 વધી રૂ.52100 અને ચાંદી 2300 વધી 60500ની સપાટી આસપાસ બંધ રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હેજફંડ્સ એચએનઆઇ ઇનવેસ્ટર્સ દ્વારા ખરીદીનો ટ્રેન્ડ કેવો રહે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ બે તરફી વધઘટે અથડાઇ 94 આસપાસ રહ્યો છે. ડોલર સામે રૂપિયો છેલ્લા એકાદ માસથી 73-74ની રેન્જમાં અથડાઇ રહ્યો છે. જો રૂપિયો મજબૂત બની 72.80 આવે તો સ્થાનિકમાં ઝડપી તેજી અટકી શકે. ક્રૂડ ઓઇલમાં ફરી નેગેટિવ ટ્રેન્ડ રહેશે. બ્રેન્ટ ક્રૂડ ઘટી 37 ડોલર જઇ શકે.

મેટલ્સમાં સપ્તાહમાં 5 ટકા સુધી ઘટાડો

  • ડોલર ઇન્ડેક્સનો સપોર્ટ અટક્યો: માર્ચમાં 103ની ઉંચાઇ પરથી સતત ઘટી 92 આસપાસ પહોંચ્યા બાદ અત્યારે ફરી 94 છે. સુધારા તરફી ટોન અને પ્રોફિટ બુકિંગથી તમામ મેટલ્સમાં તેજી પાછી ફરી છે.
  • ઉંચામાં ડિમાન્ડ ઘટતા સરેરાશ 5 ટકાની મંદી: ઉંચા ભાવ અને ફરી મહામારીનો ભય વધતા માગમાં ઘટાડો આવ્યો છે. કોમેક્સ ફ્યુચર-એલએમઇ ખાતે ત્રણેક માસથી વન-વે હેજફંડોની લોંગ પોઝિશન બાદ વેચવાલી આવતા 2-5 ટકા સુધીની મંદી જોવા મળી છે.
  • MCX કોપર ઘટી 500ની અંદર: MCX ખાતે કોપર સપ્તાહના અંતીમ દિવસે 6 ટકા તૂટી 500ની સપાટી અંદર 496 પહોંચ્યું છે હજુ ઘટી 480 સુધી આવી શકે.

કપાસ-મગફળીમાં દબાણ, કઠોળ-તલમાં તેજી
કપાસ અને મગફળીના પાકનો અંદાજ ઘારણા કરતા નીચો મુકાઇ રહ્યો છે છતાં હાજરમાં નવા માલોની આવકોનું પ્રેશર વધતા ભાવ ઢીલા પડ્યા છે જોકે, ટેકાના ભાવ ઉંચા હોવાથી આગળ જતા ખરીદી કેવી રહે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. કઠોળ અને તલના પાકમાં મોટા પાયે બગાડ થયો છે જેના કારણે સિઝનની શરૂઆતથી જ ભાવ ઉંચા ખુલ્યા છે. આગામી સપ્તાહે આવકોનું પ્રેશર કેવું રહે છે તેના પર ભાવની મૂવમેન્ટ જોવાશે. કપાસમાં નવી સિઝનમાં લાંબાગાળે ખેડૂતોને સારા ભાવ મળે તેવી શક્યતા છે. ચાલુ વર્ષે ઉત્પાદનમાં કાપ આવશે તેની સામે ચીનની ડિમાન્ડ ખુલી શકે છે. જોકે, 2021 બાદ જ સુધારાનો ટ્રેન્ડ જોવા મળશે કેમકે પાકનું સ્પષ્ટ ચિત્ર જાન્યુઆરીમાં રજૂ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.