સોનું વૈશ્વિક બજારમાં 30 ડોલર ઉછળ્યું સ્થાનિકમાં રૂ.53000ની સપાટી કુદાવી

Business
Business

અમેરિકન પ્રમુખ પદે ટ્રમ્પ અને બાઇડેનની લડાઇમાં વૈશ્વિક બજારોમાં પોઝિટીવ મૂવમેન્ટ જોવા મળી છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બિડેઇનની જીત લગભગ નિશ્ચિત જ છે. માર્કેટે બિડેઇનની જીતને વધાવી લીધી હોય તેમ તોફાની તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 30 ડોલર ઉછળી 1925 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. વૈશ્વિક બજારોમાં તેજીના સથવારે અમદાવાદ ખાતે સોનામાં રૂ.300નો સુધારો થઇ 53000ની સપાટી કુદાવી 53100 બોલાઇ રહ્યું છે. જ્યારે ચાંદીમાં ઝડપી 1000ની તેજી સાથે રૂ.63000 બોલાઇ રહી છે. આગામી સમયમાં સ્ટીમ્યુલસ પેકેજ આવશે તેવા અહેવાલે બજારને સપોર્ટ મળી ગયો છે.

બૂલિયન માર્કેટની તેજી માટે અમેરિકન પ્રમુખ પદે ટ્રમ્પ કે બિડેઇન દાવેદારી નોંધાવે પરંતુ બજારમાં ફંડામેન્ટલ તેજી તરફી બની રહ્યાં છે. જોકે, ફેડરલ રિઝર્વની બેઠક, નોન ફાર્મ પેરોલ ડેટા પર બજારની નજર રહેલી છે. મહામારીના બીજા રાઉન્ડની શરૂઆત, લોકડાઉનની તૈયારીઓ, જિયો પોલિટીકલ ઇશ્યુના કારણે બૂલિયન માર્કેટમાં બે તરફી રેન્જ જોવા મળી શકે છે. કોરોના વાયરસની વેક્સીન તથા લોકડાઉન ઉપરાંત સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત તેજી-મંદી માટે મહત્વનો રોલ ભજવશે. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો તથા હેજફંડો અને ઇટીએફમાં રોકાણ પ્રવાહ કેવો રહે છે તેના પર આધાર રહેલો છે.

બજાર નિષ્ણાતોના મતે ઇક્વિટી માર્કેટ અને સોના-ચાંદીની તેજી એક સાથે આગળ વધી શકે તેમ નથી. જોકે હાલની તેજી ગમે ત્યારે છેતરામણી સાબીત થઇ શકે છે. ચાંદીમાં તોફાની મૂવમેન્ટ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 24 ડોલરની અંદર સરક્યા બાદ મોડી સાંજે વધી 25 ડોલરની સપાટી નજીક 24.85 ડોલર ક્વોટ થઇ રહી છે. સ્થાનિકમાં રૂપિયામાં આજે ઝડપી 40 પૈસાની રિકવરી જોવા મળતા સ્થાનિકમાં ઝડપી તેજી અટકી હતી.

અમેરિકન પ્રમુખ પદે નિયુંક્ત થનાર પ્રમુખની નવી પોલિસી કેવી રહેશે તેમજ ફેડરલ રિઝર્વની બેઠકમાં જેરોમ પોવેલ કેવી રણનીતિ વ્યાજદર મુદ્દે અપનાવે છે તેમજ નોન ફાર્મ પેરોલ ડેટા કેવા રહે છે તેના પર બજારની મુખ્ય ચાલનો આધાર રહેલો છે. આ ઉપરાંત આગામી સમયમાં ટેક્સમાં કે‌વા ફેરફાર લાવશે તેના પર ધ્યાન કેન્દ્રિત થયું છે. વૈશ્વિક બજારમાં સોનું 1930 ડોલરની સાપ્તાહિક સપાટી ઉપર બંધ આપે તો ફરી ઝડપી 1970-2000 ડોલર થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.