ચીની કંપની હુવેઈને 5-Gમાંથી બહાર કરવાની તૈયારી, BSNLએ પણ રદ કર્યું 4-G અપગ્રેડ ટેન્ડર, હાઈવે પ્રોજેક્ટમાંથી પણ ચીન બહાર

Business
Business

પૂર્વ લદાખમાં એલએસી પર ચીન સાથે 7 અઠવાડિયાંથી જારી તણાવ લાંબો ખેંચાતો દેખાય છે. મંગળવારે બંને પક્ષો વચ્ચે આશરે 12 કલાક ચાલેલી કોર કમાન્ડર સ્તરની બેઠકમાં બંને સેનાઓએ ત્વરિત અને તબક્કાવાર રીતે સૈનિકો પાછળ ખસેડવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો.

સરકારી સૂત્રોએ કહ્યું કે સેના હટાવવાની પ્રક્રિયા જટિલ છે. આ મુદ્દે હજુ ઘણી બેઠકો થવાની આશા છે. તેના પછી જ બંને પક્ષો કોઈ સમાધાન સુધી પહોંચી શકશે. જોકે વાતચીતથી મામલો ઉકેલવાના પ્રયાસો વચ્ચે ચીન એલએસી પર સતત સેના વધારી રહ્યું છે.

કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે ભારતમાં ચીનની કંપનીઓને હાઈવે પ્રોજેકટ્સમાં સામેલ નહીં થવા દઈએ. બીએસએનએલએ તેનાં 4જી અપગ્રેડનાં ટેન્ડર રદ કરી દીધાં છે. વડાપ્રધાન મોદીએ ચાઈનીઝ એપ વેઈબો પર એકાઉન્ટ ડીલિટ કરી દીધું છે. આ એપ પણ પ્રતિબંધિત 59 ચાઇનીઝ એપમાં સામેલ છે. તેના પર વડાપ્રધાનની 115 પોસ્ટ હતી પણ હવે એક પણ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.