સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ ૨૫૮ પોઇન્ટનો વધારો

Business
Business

મુંબઇ,
શેરબજારમાં દિવસના અંતે ઉછાળો જાેવા મળ્યો છે. જેમાં શેરબજારમાં દિવસના અંતે ૨૫૮.૫૦ પોઇન્ટનો વધારો જાેવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ ૨૫૮.૫૦ અંક એટલે કે ૦.૬૬% ટકા વધીને ૩૯,૩૦૨.૮૫ પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૮૨.૭૫ પોઈન્ટના વધારા સાથે ૧૧,૬૦૪.૫૫ પર બંધ રહી છે.
દિગ્ગજ શેરની વાત કરીઓ તો આજે ડોક્ટર રેડ્ડી, એમએન્ડએમ, હિંડાલ્કો, બજાજ ઓટો અને બ્રિટાનિયાના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, સિપ્લા, એક્સિસ બેંક અને ઇન્ફ્રાટેલના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
સેકટોરીયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મીડિયા અને પીએસયુ બેંક ઉપરાંતના તમામ સેકટર્સ લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ આઇટી, ફાઇનાન્સ સર્વિસ, બેંક, ફાર્મા, પ્રાઇવેટ બેંક, ઓટો, રિયાલ્ટી, એફએમસીજી અને મેટલ શામેલ છે.
સેન્સેક્સ પર એમએન્ડએમ, બજાજ ઓટો, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. M&M ૪.૨૪ ટકા વધીને ૬૩૯.૬૦ પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો ૩.૪૪ ટકા વધીને ૩૦૪૨.૦૦ પર બંધ રહ્યો હતો. જાેકે ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC,SBI,ONGC, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૦ ટકા ઘટીને ૬૨૨.૧૦ પર બંધ રહ્યો હતો. NTPC ૧.૪૩ ટકા ઘટીને ૮૯.૭૦ પર બંધ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.