ફેબ્રુઆરી બાદ પ્રથમ વખત જીએસટી કલેક્શન ઑક્ટોબરમાં ૧ લાખ કરોડને પાર

Business
Business

ન્યુ દિલ્હી,
આ વર્ષે ફેબ્રુઆરી બાદ પહેલી વખત ઓક્ટોબરમાં કુલ જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર થયું છે. ઓક્ટોબર ૨૦૨૦માં કુલ જીએસટી કલેક્શન ૧,૦૫,૧૫૫ કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગયું હતું. તેમાંથી ૧૯૧૯૩ કરોડ રૂપિયા સીજીએસટી, ૨૫૪૧૧ કરોડ રૂપિયા એસજીએસટી અને ૫૨૫૪૦ કરોડ રૂપિયા આઈજીએસટીના છે. આઈજીએસટીમાં ૨૩૩૭૫ કરોડ રૂપિયા વસ્તુઓના આયાત પર વસુલ કરવામાં આવ્યો છે. સેસના રૂપે ૮૦૧૧ કરોડ રૂપિયાની વસુલી કરાઈ છે. જેમાં ૯૩૨ કરોડ રૂપિયા ઈમ્પોટ્‌ર્ડ ગુડ્‌સ પર લગાવવામાં આવેલા સેસમાંથી વસુલ કરવામાં આવ્યાં છે.

૩૧ ઓક્ટોબર સુધી ફાઈલ કરવામાં આવેલા કુલ ય્જી્‌ઇ-૩મ્ રિટર્ન્સની સંખ્યા અંદાજે ૮૦ લાખ સુધી પહોંચી ચુકી છે. આઈજીએસટીમાં રેગ્યુલર સેટલમેંટના ભાગે સરકારે ૨૫૯૦૧ કરોડ રૂપિયાનો સીજીએસટી અને ૧૯૨૪૭ કરોડ રૂપિયાનો એસજીએસટીની ચૂકવણી કરી દીધી છે. ઓક્ટોબરમાં ચુકવણી કર્યાં બાદ કેન્દ્ર સરકારા ભાગમાં કુલ સેટલમેન્ટની રકમ ૪૪૨૮૫ કરોડ રૂપિયા આવી છે. તો રાજ્યોના ભાગમાં એટલે કે એસજીએસટીના ભાગે ૪૪૮૩૯ કરોડ રૂપિયા આવ્યાં હતાં.

પાછલા વર્ષે ઓક્ટોબરની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં કુલ જીએસટી રેવન્યુમાં ૧૦ ટકાનો વધારો થયો છે. આ મહિના દરમયાન આયાતના માધ્યમથી પ્રાપ્ત રેવન્યુ ૯ ટકાથી વધારે રહી છે. ડોમેસ્ટિક સ્તર પર લેણદેણના આધાર પર જાેઈએ તો જીએસટી રેવન્યુમાં ૧૧ ટકાનો વધારો થયો છે. જુલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરની તુલનામાં જીએસટી રેવન્યુનો ગ્રોથ ક્રમશઃ ૧૪, ૮ અને ૫ ટકા રહ્યો છે. આ આંકડાથી માનવામાં આવી છે કે, અર્થવ્યવસ્થા હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે.

ઓક્ટોબર ૨૦૨૦માં મહારાષ્ટ્રમાં જીએસટી કલેક્શન સૌથી વધારે ૧૫૭૯૯ કરોડ રૂપિયા છે. જે બાદ કર્ણાટકમાંથી ૬૯૯૮ કરોડ રૂપિયા, તામિલનાડુમાં ૬૯૦૧ કરોડ રૂપિયા અને યુપીમાં ૫૪૭૧ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન કરવામાં આવ્યું છે. ઓક્ટોબર ૨૦૧૯ કરતા ઓક્ટોબર ૨૦૨૦માં જમ્મુ કશ્મીરમાં ૨૧ ટકા, હિમાચલ પ્રદેશમાંથી ૩ ટકા, પંજાબમાં ૧૬ ટકા, ઉત્તરાખંડમાં ૧૦, હરિયાણામાં ૧૯, રાજસ્થાનમાં ૨૨, યુપીમાં ૭, બિહારમાં ૭, પશ્ચિમ બંગાળમાં ૧૫, ઝારખંડમાં ૨૩, ઓડિશામાં ૨૧, છત્તીસગઢમાં ૨૬, એમપીમાં ૧૭ અને ગુજરાતમાં ૧૫ ટકા વધારે જીએસટી કલેક્શન કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં ૮ ટકા ઓછુ જીએસટી કલેક્શન થયું છે.

જીએસટીમાં આ વધારો એ માટે આવ્યો છે કારણ કે સરકાર અનલોક પ્રક્રિયા હેઠળ ઘણી છુટછાટ આપી રહી છે. તેનાથી આર્થિક ગતિવિધિઓમાં પણ ઝડપ પકડી રહી છે. તે સિવાય આંતરરાષ્ટ્રીય ટ્રેડ પણ શરૂ થયો છે. જાણકારો પ્રમાણે જીએસટીની રેવન્યુમાં વધારાનો અર્થ બિઝનેશ ઓપરેશનનું આઉટલુક પણ સારૂ થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.