સપ્ટેમ્બરમાં નિકાસ ૫.૨૭ ટકા વધી, વેપાર ખાધ ઘટીને ૨.૯૧ અબજ ડોલર

Business
Business

ન્યુ દિલ્હી,
સતત ૬ મહિના બાદ સપ્ટેમ્બરમાં દેશની નિકાસ વર્ષનાં આધાર પર ૫.૨૭ ટકા વધીને ૨૭.૪ અબજ ડોલર પર પહોંચી ગયું, આ દરમિયાન આયાચ ૧૯.૬ ટકા ઘટીને ૩૦.૩૧ અબજ ડોલરને પાર કરી ગઇ, વ્યાપાર મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરાયેલા આંકડામાં આ માહિતી મળી છે.
સમીક્ષાગાળાનાં મહિનામાં વ્યાપાર ખાધ ઘટીને ૨.૯૧ અબજ ડોલર પર આવી ગઇ, સપ્ટેમ્બર ૨૦૧૯માં વેપાર ખાધ ઘટીને ૧૧.૬૭ અબજ ડોલર રહી હતી, છેલ્લા સપ્ટેમ્બરમાં નિકાશ ૨૬.૦૨ અબજ ડોલર રહી હતી.
આંકડા અનુસાર ચાલુ નાણાકિય વર્ષનાં પ્રથમ છ માસિક એપ્રિલ- સપ્ટેમ્બરનાં દરમિયાનમાં ૨૧.૪૩ ટકાનો ઘટાડો આવ્યો છે, આ ૧૨૫.૦૬ અબજ ડોલર રહ્યો, ત્યાં જ પહેલા છ માસિક આયાત ૪૦.૦૬ ટકા ઘટીને ૧૪૮.૬૯ અબજ ડોલર છે.
આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં આયર્ન ઓરની નિકાસ ૧૦૯.૫૨ ટકા, ચોખા ૯૨.૪૪ ટકા,ઓઇલ મીલ ૪૩.૯ અને કાર્પેટની નિકાસ ૪૨.૮૯ ટકા વધી છે, આ જ પ્રકારે ફાર્મા નિકાસમાં ૨૪.૩૬ ટકા, માસ,ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનની નિકાસમાં ૧૯.૯૬ ટકાની વૃધ્ધી નોંધાઇ છે.
આ દરમિયાન તમ્બાકુંની નિકાસ ૧૧.૦૯ ટકા, પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ ૪.૧૭ ટકા, એન્જિનિયરિંગ સામાનન ૩.૭૩ ટકા, રસાયણો ૨.૮૭ ટકા અને કોફીંની નિકાસ ૦.૭૯ ટકા વધી છે.
મંત્રાલયનું કહેવું છે કે સપ્ટેમ્બરમાં ક્રુડ ઓઇલની નિકાસ ૩૫.૯૨ ટકા ઘટી ૫.૮૨ અબજ ડોલર રહી ગઇ છે, ચાલું નાણાકિય વર્ષનાં પહેલા છમાસિકમાં કાચા તેલની નિકાસ ૫૧.૧૪ ટકા ઘટીને ૩૧.૮૫ અબજ ડોલર રહી ગઇ છે.
સપ્ટેમ્બરમાં બિન ઓઇલ આયાત ૧૪.૪૧ ટકા ઘટી ૨૪.૪૮ અબજ ડોલર રહી, શરૂઆતનાં આંકડાનાં અનુસાર પહેલા છમાસિકમાં બિન ઓઇલ આયાત ૩૬.૧૨ ટકા ઘટીને ૧૧૬.૮૩ અબજ ડોલર પર આવી ગઇ.
સપ્ટેમ્બરમાં સોનાની આયાતમાં ૫૨.૮૫ ટકાનો ઘટાડો આવ્યો, કોવિડ-૧૯ રોગચાળાનાં કારણે વૈશ્વિક માંગ ઘટવાથી માર્ચથી નિકાસમાં સતત ઘટાડો આવી રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.