વીજળીની ખપત વધી, બેકારી દર સુધર્યો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સાડા આઠ વર્ષની ટોચે 56.8

Business
Business

કોરોનાને કારણે માર્ચથી બંધ થયેલી આર્થિક પ્રવૃત્તિ હવે વેગ પકડી રહી છે. ગુરુવારે ચાર સારા સમાચાર બહાર આવ્યા. વીજળીની ખપત સપ્ટેમ્બર મહિનામાં 5.6 ટકા વધી 153.54 અબજ યુનિટની થઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ આંકડો 107.51 અબજ યુનિટનો હતો. બેરોજગારીનો દર પણ સુધર્યો છે. ઓગસ્ટ મહિનામાં 8.3 ટકા હતો. જે સપ્ટેમ્બરમાં ઘટીને 6.7 ટકા થયો છે. તેવી જ રીતે પીએમઆઈના આંકડા પણ હકારાત્મક આવ્યા છે. જીએસટીનું કલેક્શન 95,480 કરોડ થયું છે.

કોરોના મહામારી વચ્ચે સ્થિતિ રાબેતા મુજબ થવા જઇ રહી છે ત્યારે દેશની મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવૃત્તિ સતત બીજા મહિને સપ્ટેમ્બરમાં પોઝિટીવ રહી હતી. નવા બિઝનેસ ઓર્ડરમાં વધારો થવા સાથે ઉત્પાદન વૃદ્ધિના કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સાડા આઠ વર્ષની ઉંચાઇ પર પહોંચ્યો છે. આઈએચએસ માર્કિટ ઈન્ડિયા પીએમઆઈ ઓગસ્ટમાં 52.0 થી વધીને સપ્ટેમ્બરમાં 56.8 થયો હતો. જે જાન્યુઆરી 2012 પછીનો સૌથી વધુ છે.

ઉદ્યોગો મહામારીમાંથી બહાર આવી રહ્યાં છે નવા કામમાં ઉછાળાને ટેકો મળ્યો હોવાનું આઇએસએચ માર્કિટના ડિરેક્ટર પોલીન ડી લીમાએ જણાવ્યું હતું. એપ્રિલમાં અનુક્રમણિકા સતત 32 મહિના વૃદ્ધિ રહ્યા પછી સંકોચન મોડમાં રહ્યો હતો. પીએમઆઈ પેનલમાં 50 થી ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે નીચેનો આંક સંકોચન સૂચવે છે. કુલ વેચાણમાં થયેલા વધારાને કારણે નવા નિકાસ ઓર્ડર તથા નવા વિસ્તરણ દ્વારા ટેકો મળ્યો હતો. સતત છ મહિનાના સંકોચન બાદ નિકાસમાં પણ ઉછાળો આવ્યો છે. મોંઘવારી મુદ્દે જણાવ્યું કે છ મહિનામાં પ્રથમ વખત આઉટપુટ કિંમતોમાં વધારો થયો છે ઇનપુટ ખર્ચમાં વધ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં જીએસટીની આવક 95,480 કરોડ રૂપિયા રહેવા પામી હતી. જે ચાલુ નાણાંકીય વર્ષના કોઈપણ એક મહિનામાં સૌથી વધુ છે. નાણાં મંત્રાલયે ગુરુવારે કહ્યું કે જીએસટીની આવક ગયા વર્ષના આ મહિનાની સરખામણીએ 4 ટકા વધુ છે. સપ્ટેમ્બર-2020માં કેન્દ્રીય જીએસટીની આવક 17,741 કરોડ જ્યારે રાજ્યના જીએસટીની આવક 23,131 કરોડ થઈ છે. આ અગાઉ એપ્રિલ મહિનામાં 32,172 કરોડ, મે મહિનામાં 62,151 કરોડ, જૂન મહિનામાં 90,917 કરોડ, જુલાઈમાં 87,422 કરોડ અને ઓગસ્ટમાં 86,449 કરોડની જીએસટીની આવક નોંધાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.