લોક ડાઉન : કોવિડ-૧૯ને કારણે લોક ડાઉન બાદ ટુ-વ્હીલરનું વેચાણ વધી શકે છે
રખેવાળ, નવી દિલ્હી.
દેશના ઓટો ઉદ્યોગની હાલત ચિંતાજનક છે. ઇતિહાસમાં પ્રથમ વખત, એક મહિનામાં કોઈ કારનું વેચાણ થયું નથી. દેશમાં રાષ્ટ્રીય લોકડાઉનને કારણે કોઈ પણ કંપનીની કોઈ કારનું વેચાણ થયું નથી. તે જ સમયે, ઓટોકાર રિપોર્ટ અનુસાર લોકડાઉન થયા બાદ ટુ-વ્હીલર્સના વેચાણમાં વધારો થઈ શકે છે. ૧ એપ્રિલથી મ્જી૬ નોર્મ્સ સાથે વાહન ચલાવવું ફરજિયાત થઈ ગયું છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે મ્જી૪ એન્જિનથી મ્જી૬ એન્જિન પર સ્વિચ કરવાથી ટુ-વ્હીલરના વેચાણ પર અસર થશે, કેમ કે તેનાથી વાહનની કિંમતમાં વધારો થાય છે. પરંતુ હવે કોવિડ-૧૯ને કારણે તેના વેચાણમાં વધારો થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ટુ-વ્હીલરના વેચાણ માટે આ વર્ષ હજી સારું રહ્યું નથી. અગાઉ, મ્જી૬ એન્જિનને કારણે ટુ-વ્હીલરના ભાવમાં વધારો થયો હતો. તો હવે કોવિડ-૧૯ રોગચાળાને કારણે વાહનોનું વેચાણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે તહેવારોની સીઝન સુધી રાહતની અપેક્ષા નથી. જોકે, લોકડાઉન હટાવ્યા પછી, કોવિડને કારણે ટુ-વ્હીલરનું વેચાણ જ વધશે.
Tags business