સોના તથા ચાંદીમાં નાટ્યાત્મક વધઘટ, સોનું ઘટી 1900 ડોલર નજીક, ચાંદી 25 ડોલર અંદર સરકી

Business
Business

સોના-ચાંદીમાં નાટ્યાત્મક તેજી-મંદીની ચાલ જોવા મળી રહી છે. અમેરિકન ચૂંટણી મુદ્દે ટ્રમ્પના આકરા નિવેદનની અસરે તેજી-મંદીની બે તરફી ચાલ રહી છે. સોનામાં દૈનિક ધોરણે 20-25 ડોલરની મૂવમેન્ટ હવે સામાન્ય બની ચૂકી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટી 1910 ડોલર અને ચાંદી ફરી 25 ડોલરની સપાટી અંદર 24.68 ડોલર ક્વોટ થવા લાગી છે. વૈશ્વિક બજારોની નરમાઇ છતાં સ્થાનિક બજારમાં ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 12 પૈસા નબળો પડ્યો હોવાથી ભાવ નજીવી રેન્જમાં અથડાઇ ગયા હતા.

અમદાવાદ ખાતે ચાંદી 62500 અને સોનું 52500 ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે નવી દિલ્હી ખાતે ચાંદી 1126 ઘટીને 62189 અને સોનું 268 ઘટાડા સાથે રૂ.50860 ક્વોટ થઇ રહ્યું છે. દિલ્હી અને મુંબઇની તુલનાએ અમદાવાદમાં સોનાનામાં ભાવ સરેરાશ 1500-1700 પ્રતિ 10 ગ્રામ ઉંચા ક્વોટ થઇ રહ્યાં છે. હાજર બજારની સાથે વાયદામાં પણ બે તરફી મુવમેન્ટ જોવા મળી હતી.

બૂલિયન એનાલિસ્ટોના મતે સોનું 1970 ડોલરની સપાટી કુદાવે તો જ ઝડપી રેકોર્ડ 2050 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે. અગ્રણીઓ વર્ષાન્ત સુધીમાં સોનું 2100 ડોલરની સપાટીને આંબી જશે તેવા દાવા કરી રહ્યાં છે પરંતુ જો વેક્સીન માર્કેટમાં આવે અને ડોલર ઇન્ડેક્સની ચાલ તથા સેન્ટ્રલ બેન્કોની ખરીદી પર બજારનો આધાર રહેશે.

જ્વેલર્સના મતે સોનાની કિંમત કાબૂમાં રહે તે જરૂરી
તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે સોના-ચાંદીની કિંમત કાબુમાં રહે તે જરૂરી છે. જો ભાવ જળ‌ાયેલા રહેશે તો ખરીદી મોટા પાયે ખુલશે તેવું અગ્રણી જ્વેલર્સનું કહેવું છે. કોરોના મહામારીના કારણે જ્વેલરીના વેપારમાં જંગી ઘટાડો આવ્યો છે. તહેવારો ઉપરાંત મેરેજ સિઝન શરૂ થવાની હોવાથી અને ખેતીની આવક શરૂ થતા ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પાયે ખરીદી ખુલે તેવો આશાવાદ દર્શાવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.