નાની બચત યોજનાઓના વ્યાજદર વધી શકે

Business
Business

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ વ્યાજદરમાં વધારો કરતા બેન્કોના ધિરાણદરમાં ફરી વધારો થશે અને તેની સાથે બેન્કોને વધતી જતી ધિરાણ માંગને પહોંચી વળવા માટે તેના થાપણના દર પણ વધારવા પડશે જે આગામી દિવસોમાં જાહેર થનાર છે.આ સાથે જાન્યુઆરી માસની પોસ્ટઓફિસ સાથે જોડાયેલી નાની બચતના વ્યાજદરમાં પણ વધારો થશે.જેમાં રેપોરેટની વૃદ્ધિથી બેન્કોના થાપણદરમાં થનારા વધારાની સાથે પોસ્ટઓફિસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓના દરમાં પણ વધારો નિશ્ચિત છે. જેમાં આ અગાઉ રીઝર્વ બેન્કે 4 ટકાનો રેપોરેટ હતો જે વર્તમાનમાં 6.25 ટકા સુધી પહોચાડી દીધો છે.પરંતુ પીપીએફ,સુકન્યા સુપ્રસિદ્ધ યોજના અને એનએસસીના વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી.આમ વર્તમાનમાં આ બચત યોજનામાં મહતમ વ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં છે.જેમાં 7.6 ટકા વ્યાજ મળે છે તો પીપીએફમાં 7.1 ટકા વ્યાજ મળે છે.આ સિવાય અન્ય તમામ યોજનાઓ પર 5.5 ટકાથી 6.8 ટકા સુધીનું વ્યાજ મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.