વર્તમાનમાં શેરબજારમા સેન્સેકસ 300 પોઇન્ટ ગગડયો
મુંબઇ શેરબજારમાં ફરી મંદીનો આંચકો અનુભવાયો હતો.જેમાં સેન્સેકસમાં 300 પોઇન્ટથી વધુનું ગાબડુ પડયું હતું.જેમાં મોટાભાગના હેવીવેઇટ શેરો રેડ ઝોનમાં રહ્યા હતા.આમ શેરબજારમાં આજે એશિયન પેઇન્ટસ,બજાજ ફાયનાન્સ,ભારતી એરટેલ,આઇસીઆઇઆસીઆઇ બેંક,ઇન્ફોસીસ,લાર્સન, સ્ટેટ બેંક,ટાયટન,વિપ્રો,અદાણી પોર્ટ સહિતના શેરો તુટયા હતા.આ સિવાય મંદીના બજારમા નેસલે,રિલાયન્સ,એચસીઆઇ ટેકનો,સનફાર્મા,કોલ ઇન્ડીયા,ટાટા મોટર્સ જેવા શેરો મજબુત રહ્યા હતા.આમ મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 304 પોઇન્ટ ગગડીને 57,320 રહ્યો હતો.જે ઉંચામાં 57,568 અને નીચામાં 57,055 રહ્યો હતો.જ્યારે નિફટી 86 પોઇન્ટ તુટીને 17,037 થઈ હતી.જે ઉંચામાં 17,112 તથા નીચામાં 16,956 થઈ હતી.આ સિવાય કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 8 પૈસાના ઘટાડાથી 8ર.39 થયો હતો.