સરકારી ગોડાઉનોમાં ઘઉંનો સ્ટોક 6 વર્ષના તળિયે પહોચ્યો
વર્તમાન મહિનામાં સરકારી ગોડાઉનોમાં ઘઉંનો સ્ટોક ઘટીને છેલ્લા 6 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.જેમાં ઈન્વેન્ટરીસમાં ઘટાડા અને માંગમાં વધારાને પરિણામે ઘઉંના ભાવ વર્તમાન વર્ષમાં વધીને વિક્રમી સપાટીએ પહોંચ્યા છે.ત્યારે સરકાર પાસે સ્ટોક ઘટતા ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવાનું સરકાર માટે કઠીન બની શકે છે.આમ 1લી ડિસેમ્બર 2021ના સરકારી ગોડાઉનોમાં 3.78 કરોડ ટન ઘઉંનો સ્ટોકસ હતો જે વર્તમાન વર્ષના ડિસેમ્બરના પ્રારંભમાં 1.90 કરોડ ટન રહ્યો હતો.આમ ઘઉંનો વર્તમાન સ્ટોકસ 2016 બાદ સૌથી નીચી સપાટીએ જોવા મળ્યો છે.2014 અને 2015માં દૂકાળને પગલે 2016માં સરકારી ગોડાઉનોમાં ઘઉંનો 1.65 કરોડ સ્ટોકસ રહ્યો હતો.વિશ્વમાં ભારત ઘઉંનો બીજો મોટો ઉત્પાદક દેશ છે.