કોરોનાના કારણે હોળી ધૂળેટીના વેપારને 35000 કરોડ રૂપિયાનો ફટકો વાગ્યો

Business
Business

હોળી-ધૂળેટીનો તહેવાર આખા દેશમાં દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવાતો હોય છે.જોકે આ વખતે કોરોનાના કારણે આ તહેવારની ઉજવણીનો રંગ ફિક્કો રહ્યો હતો. હોળી ધૂળેટી પહેલા જ દેશભરમાં કોરોનાની લહેર તેજ બન્યા બાદ સંક્રમણે હાહાકાર મચાવ્યો હોવાથી મોટાભાગના રાજ્યોમાં હોળી ધૂળેટીની ઉજવણી પર જાત જાતના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા.જેના કારણે આ તહેવારમાં થતા વેપારને ભારે નુકસાન થયુ છે.

વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનુ કહેવુ છે કે, અલગ અલગ રાજ્યોના વેપારી સંગઠનોના નેતાઓ સાથે થયેલી વાતના આધારે કહી શકાય કે દર વર્ષે હોળી ધૂળેટી નિમિત્તે પીચકારીઓ, રંગ, ખાવા પીવાની બીજી વસ્તુઓનો 50000 કરોડ રુપિયાનો વેપાર દેશભરમાં થતો હોય છે પણ આ વખતે કોરોનાના કારણે આ વેપારને 35000 કરોડ રુપિયાનો ફટકો વાગ્યો છે.વેપારીઓ પાસે હજારો કરોડો રુપિયાનો સ્ટોક પડી રહ્યો છે.દર વર્ષે હોળી ધૂળેટી માટે 10000 કરોડ રુપિયાના સામાનને ચીનથી આયાત કરવામાં આવતો હોય છે.આ વખતે જોકે ચીનમાંથી એક પણ રુપિયાની નિકાસ થઈ નથી.આમ ચીનને પણ ભારે નુકસાન સહન કરવુ પડ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.