કોરોનાને કારણે રક્ષાબંધન પૂર્વે દર વર્ષ કરતા આ વર્ષે ફક્ત ૨૦% ખરીદી

Business
Business

અમદાવાદ,
દેશમાં વેપારીઓનું સર્વોચ્ચ સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડ (કેટ) આ વર્ષે દેશભરમાં રક્ષાબંધન ઉત્સવને હિન્દુસ્તાની રાશિ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. કેટનો દાવો છે કે તેનાથી ચીનને ૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે તો બીજી તરફ અમદાવાદના ટંકશાળ હોલસેલ માર્કેટમાં મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. વેપારીઓ પણ કહી રહ્યા છે કે આ વર્ષે ખરીદી માત્ર ૨૦ ટકા જેટલી રહી છે. એટલે કે હોલસેલ માર્કેટમાં પણ રિટેલ માર્કેટ જેવા જ દ્રશ્યો જાેવા મળી રહ્યા છે.
વેપારીઓ પણ આ વર્ષે નફાની આશા છોડીને બેઠા છે જેટલો માલ બનાવ્યો છે તેટલું વેચાય તો પણ ઘણું છે. કારણ કે આ વર્ષે અમદાવાદ બહારના કોઇ ગ્રાહક ખરીદી માટે આવતા નથી તો બીજી તરફ આવી પરિસ્થિતિ આવશે તેવુ વિચાર્યું પણ ન હોય તેવા વેપારીઓએ રાખડીનો સંગ્રહ કરી રાખ્યો છે. લોકડાઉનમાં તો વેપારીઓની કમર તૂટી જ હતી, પરંતુ અનલોક બાદ પણ જાેઈએ એટલાં ગ્રાહક ન આવતા વેપારીઓ દુઃખની લાગણી સેવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.