જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં નાના ઉદ્યોગોનું એનપીએ વધીને ૧૨.૫% થઇ ગયું, સરકારી બેંકોની બેડ લોન સૌથી વધુ
રખેવાળ, નવી દિલ્હી
નવી દિલ્હી. માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) ક્ષેત્રમાં બેડ લોન જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં વધીને ૧૨.૫% થઈ ગઈ છે. ટ્રાન્સ્યુનિયન સિબિલ અને SIDBI ના અહેવાલોમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)નો ગુણોત્તર માઇક્રો સેગમેન્ટમાં ૯% અને નાના અને મધ્યમ સેગ્મેન્ટમાં ૧૧% સુધી પહોંચી ગયો છે.
લેન્ડરોના કિસ્સામાં, MSMEમાં ખાનગી ક્ષેત્રની બેંકોની માત્ર ૩થી ૫% લોન એનપીએ કેટેગરીમાં છે. તેની સામે જાહેર ક્ષેત્રની બેંકોના એનપીએ ડિસેમ્બર ૨૦૧૮માં ૧૮%થી વધીને ડિસેમ્બર ૨૦૧૯માં ૧૯% થઈ ગયું છે. આ સિવાય નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)માં પણ એનપીએ વધ્યા છે. બેલેન્સશીટ મુજબ, જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં એનબીએફસીનો કુલ કોમર્શિયલ લેન્ડિંગ એક્સપોઝર રૂ. ૬૪.૫૫ લાખ કરોડ હતું. તેમાંથી રૂ. ૧૭.૭૫ લાખ કરોડનું ધિરાણ એક્સપોઝર સ્જીસ્ઈ પર છે.
રસપ્રદ વાત એ છે કે, સરકારી બેંકોએ MSME સેગમેન્ટમાં પોતાનો હિસ્સો પાછો મેળવી લીધો હતો જે શેડો લેન્ડર્સે છીનવી હતો. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં, MSME લોન સેગમેન્ટમાં જાહેર ક્ષેત્રની બેંકોનો કુલ હિસ્સો ૪૯.૮% હતો. તેમાં ૫૯% હિસ્સેદારી સાથે માઇક્રો સેગમેન્ટ ટોચ પર છે.
રૂપિયામાં લોનની રકમઃ ખૂબ નાનો= ૧૦ લાખથી ઓછો, માઇક્રો-૧= ૧૦થી ૫૦ લાખ, માઇક્રો-૨= ૫૦ લાખથી ૧ કરોડ, સ્મોલ= ૧થી ૧૫ કરોડ, મીડીયમ= ૧૫થી ૫૦ કરોડ, લાર્જ= ૫૦ કરોડથી વધુ.