મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો માટે મોટા સમાચાર, હવે આ સમયમાં જ કરી શકશો ખરીદ વેચાણ

Business
Business

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ જરૂરી છે. શેર માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની ખરીદ અને વેચાણનો સમય બદલવામાં આવ્યો છે. અને હવે આ સમય ફરીથી 3 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. આ નિયમ બાદથી રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવા માટે વધારે સમય મળશે. અને આ બદલાવ આજથી લાગુ થવા જઈ રહ્યો છે. SEBIએ એપ્રિલમાં કોરોના વાયરસ મહામારીને કારણે મ્યુચ્યુઅલ ફંડ યુનિટનાં ખરીદ અને વેચાણ માટે કટ ઓફ ટાઈમ ઓછો કરી દીધો હતો.

ઈક્વિટી ફંડ માટે બદલ્યો ટાઈમ

જણાવી દઈએ કે આ બદલાવ ફક્ત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ માટે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડની ખરીદ વેચાણના સમયમાં બદલાવ કરવામાં આવ્યો નથી. મ્યુચુકી ટ્રેડિંગના સમયમાં પણ કોઈ બદલાવ કરાયો નથી. SEBIએ આ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે, મ્યુચ્યુઅલ ફંડને રેગ્યુલેટ કરવનાર સંસ્થા એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા તરફથી ટ્વીટ પણ કરાયું છે.

પહેલાં 12.30 વાગ્યા સુધીનો જ સમય હતો

હવે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની યુનિટને ખરીદવી વેચવી હોય તો, બંને માટે 3 વાગ્યાનો સમય રહેશે. તમામ સ્કીમના સબ્ક્રિપ્શન અને રિડિમ્પશનનો તટ ઓફ ટાઈમ ફરીથી 3 વાગ્યાનો થઈ ગયો છે. આ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમા સ્કીમ માટે લાગુ થશે. પણ ડેટ સ્કીમ અને હાઈબ્રિડ઼ડ ફંડસની ટ્રેડિંગનો સમય પહેલાની જેમ જ રહેશે. જણાવી દઈએ કે, કોરોના મહામારીને કારણે સેબીએ સમય 3 વાગ્યાથી બદલીને 12.30 કરી દીધો હતો. લિક્વિડ અને ઓવરનાઈટ ફંડના ખરીદ વેચાણ માટે 12.30થી 1.30 વાગ્યાનો સમય નક્કી છે, ડેટ અને હાઈબ્રિડ ફંડ્સ માટે 1 વાગ્યાનો સમય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.