કરદાતાઓ માટે મોટા સમાચાર, ઇન્કમ ટેક્ષ વિભાગે આપી સૂચના; આ રીતે નહિ આવે બેંક એકાઉન્ટમાં રીફંડ
કરદાતાઓ તેમના રિફંડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-2023 માટે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હતી. દેશભરના કરોડો કરદાતાઓએ આ વખતે સમયસર ITR ફાઈલ કર્યું છે. પરંતુ આ પછી પણ, જો તમારું ઇન્કમ ટેક્ષ રિફંડ હજી સુધી પ્રાપ્ત થયું નથી, તો તમારે તમારા સંબંધિત કેટલીક માહિતીને ક્રોસ-ચેક કરવાની જરૂર છે. CBDT દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે 5 સપ્ટેમ્બર સુધી લગભગ 7 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે.
ટેક્સ રિફંડને લઈને મંગળવારે સાંજે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે જે બેંક ખાતાઓમાં ટેક્સ રિફંડ જમા થઈ રહ્યું છે. તે એકાઉન્ટ્સ માન્ય અને ચકાસાયેલ છે. ઇન્કમ ટેક્ષ વિભાગે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ @IncomeTaxIndia દ્વારા આ સંદર્ભે એક સૂચના જારી કરી છે. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જે બેંક ખાતાઓમાં ટેક્સ રિફંડ જમા કરાવવાનું છે તે માન્ય અને વેરિફાઈડ છે.
આવકવેરા રિફંડની પ્રક્રિયામાં, રિફંડની રકમ સીધી કરદાતાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને કોઈપણ ભૂલો ટાળવા માટે કરદાતા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર બેંક ખાતાની માહિતીને માન્ય કરો.
કરદાતાઓ તેમની બેંક એકાઉન્ટ માહિતીને માન્ય અથવા અપડેટ કરવા માટે આ પગલાંને અનુસરી શકે છે:
– સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ http://incometax.gov.in પર જાઓ.
આ પછી તમારી ઇ-ફાઇલિંગ પ્રોફાઇલમાં લોગ ઇન કરો.
– હવે પ્રોફાઇલ સેક્શનમાં જાઓ અને ‘માય બેંક એકાઉન્ટ’ પસંદ કરો.
– જરૂર મુજબ બેંક ખાતાની વિગતો ફરીથી ચકાસો અથવા ઉમેરો.
Tags income tax india ITR Rakhewal