દિવાળી પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરો વધ્યા, સીટની મર્યાદામાં થશે 75 ટકાનો વધારો

Business
Business

દેશમાં વિમાની મુસાફરોની સંખ્યામાં વધારો જોતાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇનોની કોવિડ-19 પહેંલાની ક્ષમતા કરતાં વધારે 70થી 75 ટકા વધુ ડોમેસ્ટિક ફલાઇટ ચલાવવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. મંત્રાલયે ગયા સપ્તાહે કહ્યું હતું કે ભારતીય એરલાઇનો 24 ફેબુ્રઆરી સુધી કોવિડ-19 પહેંલાની તેમની ક્ષમતા કરતાં 60 ટકાની મર્યાદામાં ડોમેસ્ટિક ફલાઇટ ચલાવી શકે છે.

દિવાળીના તહેવાર પર ટ્રાફિકમાં વધારાની શક્યતા

આજે જાહેર કરેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું હતું કે અમે દરરોજની ફલાઇટ પર નજર રાખીએ છીએ અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવવાનો હોવાથી ટ્રાફિકમાં હજુ પણ વધારો થવાની શક્યતા દેખાય છે. જેમ જેમ મુસાફરો વધતા જશે અમે તેની માર્યાદામાં વધારો કરતાં જઇશું અને મર્યાદા 75 ટકા સુધી કરી શકીશું. મંત્રાલયે કહ્યું હતું કે પહેલી નવેમ્બરે ડોમેસ્ટિક ફલાઇટમાં 2.05 લાખ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.

60 ટકાની મર્યાદામાં ફ્લાઈટ ચલાવવાની આપી મંજૂરી

મંત્રાલયે બીજી સપ્ટેમ્બરે એરલાઇનોને એક સત્તાવાર પત્ર લખી 60 ટકાની મર્યાદામાં ફલાઇટ ચલાવવા મંજૂરી આપી હતી.પરંતુ આ ઓર્ડર ક્યાં સુધી અમલી બનશે તેની કોઇ ચોખવટ કરી ન હતી. ગયા ગુરૂવારે મંત્રાલયે ચોખવટ કરી હતી કે બીજી સપ્ટેમ્બરનો ઓર્ડર 24 ફેબુ્રઆરી,2020ના 23:59 સુધી અથવા હવે પછી નવી સુચના ના અપાય ત્યાં સુધી અમલી રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.