આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીમાં ત્રણ અર્થશાસ્ત્રીઓની નિમણૂંક

Business
Business

ન્યુ દિલ્હી/મુંબઇ,
કેન્દ્ર સરકારે ગઈકાલે ત્રણ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી આશિમા ગોયલ,જયંત આર વર્મા અને શશાંક ભીડેને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની રેટ સેટિંગ મોનેટરી પોલિસી કમિટીમાં સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ આ નામોની મંજૂરી આપી છે. આરબીઆઇ અધિનિયમ અનુસાર ત્રણ સભ્યો પાસે ચાર વર્ષની શરતો હશે.
આ નવા સભ્યો પ્રોફેસર ચેતન ઘાટે,દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડાયરેક્ટર પામી દુઆ અને આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયાનું સ્થાન લેશે. આશિમા ગોયલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગેઝીનમાં અર્થવ્યસ્થા પર સતત લખતા રહેતા હોય છે, તેમના કુલ ૧૦૦થી વધુ લેખો છપાયા છે. તેઓએ મેક્રોઇકોનોમિક્સ અને માર્કેટ્‌સ ઈન ડેવલપિંગ એન્ડ ઇમર્જિંગ ઇકૉનૉમીઝ અને ભારતીય અર્થવસ્થાની એક સંક્ષિપ્ત પુસ્તિકા સહીતના ઘણાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે.
શશાંક ભીડેIowa State University માંથી કૃષિ અર્થશાસ્ત્રમાં પીએચડી કરી છે. વર્તમાન સમયમાં તે નેશનલ કાઉન્સિલ ફોર એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચમાં વરિષ્ઠ સલાહકાર છે. તે બેંગ્લોરમાં સામાજિક અને આર્થિક પરિવર્તન સંસ્થાનના બોર્ડ ઓફ ગર્વનન્સના સભ્યના રૂપમાં પણ કામ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ઓગષ્ટમાં યોજાયેલ પોતાની અંતિમ સ્ઁઝ્ર બેઠકમાં મોંઘવારીને ઓછી કરવામાં મદદ માટે નીતિગત દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.