સસ્તા દરે હપ્તેથી ફોન વેચવા Apple ભારતમાં ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારીમાં

Business
Business

આઈફોન ઉત્પાદક કંપની એપલ હવે પોતાનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સંદર્ભમાં કંપની બેંકો અને નિયમનકારો સાથે અંતિમ તબક્કાની વાતચીત કરી રહી છે. ભારતમાં કારોબાર વધુ વિસ્તૃત કરવા માટે ‘એપલ કાર્ડ’ નામથી ક્રેડિટ કાર્ડ બહાર પાડવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે એપલના સીઈઓ ટિમ કૂકે એપ્રિલમાં ભારતની મુલાકાત દરમિયાન એચડીએફસી બેંકના સીએમડી શશિધર જગદીશન સાથે વાત કરી હતી.

એપલ, ગૂગલ, એમેઝોન અને સેમસંગ જેવી કંપનીઓ પેમેન્ટ સેક્ટરમાં વિસ્તરણ કરી રહી છે અને ફાયનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં મોટા વિસ્તરણની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર એપલે કાર્ડના સ્ટ્ર્રકચરને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે પણ વાત કરી છે. જોકે આરબીઆઈએ એપલને તમામ પ્રક્રિયા પૂરી કરવી જ પડશે અને કોઈ ખાસ સુવિધા નહીં મળે તેવો જવાબ આપ્યો છે.

એપલ એચડીએફસી બેંક સાથે મળીને તેનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલ એપલ યુએસમાં પ્રીમિયમ કાર્ડ જારી કરે છે, જે ગોલ્ડમેન સાક્સ અને માસ્ટરકાર્ડ સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્ડ ટાઇટેનિયમ મેટલથી બનેલું છે અને તેને હાઇ એન્ડ કાર્ડ માનવામાં આવે છે.

એપલનું ફોકસ છેલ્લા કેટલાક સમયથી ભારત પર છે. આઈફોનનું વેચાણ પણ અહીં ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2023માં ભારતમાંથી Appleની આવક 50% વધીને 50,000 કરોડ રૂપિયા એટલે કે $6 બિલિયન થઈ ગઈ. નાણાકીય વર્ષ 2022 દરમિયાન, ભારતમાં કંપનીની આવક રૂ. 33,500 કરોડ એટલે કે લગભગ $4 બિલિયન હતી. જો આ ટ્રાન્ઝેક્શનનો એક ભાગ એપલ કાર્ડ દ્વારા થશે તો તેની મોટી અસર પડશે. એપલની વૈશ્વિક આવક લગભગ $80 બિલિયન છે. કંપની ભારતમાં એપલ કાર્ડને જાપાન અથવા યુરોપિયન દેશો પહેલા લોન્ચ કરવાનું પણ જરૂરી માને છે, કારણ કે એપલ હાલમાં ભારતમાં કાર્ડ પેમેન્ટ સ્વીકારતી નથી. ભારતમાં મોટાભાગના એપ સ્ટોર્સ iCloud સેવાઓ સિવાય યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ચુકવણીની સુવિધા પૂરી પાડે છે.

એપલ કાર્ડ એપલ પે-ને સપોર્ટ કરે છે અને રિવોર્ડના નાણાં એપલ વોલેટમાં સંગ્રહિત થાય છે. તેના પર 4.15 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ કાર્ડ માટે કોઈ વાર્ષિક ફી નથી. ગ્રાહકો યુએસમાં એપલ કાર્ડનો ઉપયોગ કરીને વ્યાજ વગરના હપ્તામાં ઉત્પાદનો ખરીદી શકે છે. એપલ પ્રોડક્ટો અને સર્વિસની ખરીદી પર 3-5 ટકા કેશબેક તેમજ 2-3 ટકા વધારાના કેશબેક અથવા રિવોર્ડ પોઈન્ટ ઓફર કરવા માટે અન્ય પ્રીમિયમ બ્રાન્ડ્સ સાથે જોડાણ કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.