પોડકાસ્ટ સર્વિસ સારી બનાવવા માટે એપલે વધુ એક સ્ટાર્ટ અપ ખરીદ્યું

Business
Business

ટેક જાયન્ટ એપલે તેની પોડકાસ્ટ સર્વિસ સ્પોટિફાય ટેક કરતા વધુ સારી બનાવવા માટે વધુ એક સ્ટાર્ટ અપ ખરીદ્યું છે. એપલે Scout FM (સ્કાઉટ એફએમ) સહિત અનેક સ્ટાર્ટ અપ્સને ખરીદ્યા હતા. એપલે દાવો કર્યો છે કે હવે યુઝર્સને કોઈ રેડિયો સ્ટેશનની જેમ સારી ક્વોલિટીનું પોડડકાસ્ટ મળશે.

બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે, કંપનીએ તાજેતરમાં વધુ એક સ્ટાર્ટ અપને ખરીદ્યું છે. તેનાથી કંપનીના અન્ય ફીચર્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં માધ્યમથી મજબૂતી મળશે. જોકે કંપનીએ સ્ટાર્ટ અપ રિલેટેડ કોઈ માહિતી આપી નથી. વર્ષ 2020ની શરૂઆતમાં એપલે સ્કાઉટ એફએમને ખરીદી હતી. તે પહેલાં આઈફોન, એન્ડ્રોઈડ ડિવાઈસ અને એમેઝોન સ્માર્ટ સ્પીકર પર એક પોપ્યુલર પોડકાસ્ટ એપ રહી ચૂકી છે.

Scout FM આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં માધ્યમથી યુઝર્સને પોડકાસ્ટ ક્યૂરેટ અને ડિલિવર કરે છે. તે ટ્રેડિશનલ યુઝર્સ માટે ઈન્ડિવિડ્યુલ પોડકાસ્ટનો પણ ઓપ્શન આપે છે. ઉદાહરણ તરીકે જો યુઝર સ્પોર્ટ ટોપિકમાં રસ ધરાવે છે તો એપ તેના માટે અલગ સ્ટેશન બનાવશે.

પોડકાસ્ટ એપલ ઈન્ક માટે કન્ટેન્ટનો એક મહત્ત્વપૂર્ણ એરિયા છે. આઈફોન બનાવનાર કંપની 15 વર્ષ પહેલાં પોડકાસ્ટિંગને ફેમસ કરનાર પહેલા ટેક પ્લેયર્સમાંથી એક હતી. એપલે લગભગ તમામ ડિવાઈસિસમાં પોડકાસ્ટ એપમાં નવાં ફીચર્સ ઉમેર્યાં છે. આ સિવાય એપલ ઓરિજિનલ પોડકાસ્ટ પણ ડેવલપ કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, એપલને કમ્પિટ કરનાર કંપની સ્પોટિફાયે પણ હાલમાં પોડકાસ્ટની એક સ્ટોકફાઈલ ખરીદી છે, જેમાં જોઈ રોગનનો શૉ સામેલ છે. આ ડીલમાં શૉના એક્સક્લુઝિવ રાઈટ પણ સામેલ છે. જોઈ રોગન એક પોપ્યુલર કોમેડિયન અને ટીવી હોસ્ટ છે.

એપલે 2020માં ઘણી ડીલ્સ કરી છે, જેમાં Scout FM સહિત અનેક ડીલ સામેલ છે. તેમાં પેમેન્ટ કંપની મોબીવેવ (Mobeewave), વેધર એપ ડાર્ક સ્કાય (Dark Sky) અને વર્ચ્યુઅલ કન્ટેન્ટ બ્રોડકાસ્ટિંગ કંપની નેક્સ્ટ વીઆર (NextVR) સામેલ છે. આ સિવાય સિરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને શ્રેષ્ઠ બનાવવા માટે Voysis, Xnor.ai અને Inductivને પણ ખરીદી છે. આ વર્ષે એપલે ફ્લિટસ્મિથ (Fleetsmith) અને વીઆર સોફ્ટવેર (VR software) સ્ટાર્ટ અપ્સને પણ ખરીદ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.