2 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપવાળી પ્રથમ કંપની બની એપલ, બે વર્ષમાં વેલ્યુએશન ડબલ થયું

Business
Business

સ્માર્ટ મોબાઈલ ફોન બનાવનાર કંપની એપલે 2 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશનના આંકડાને પાર કરી લીધો છે. બુધવારે અમેરિકન શેર બજાર ખુલતાની સાથે કંપનીએ આ આંકડાને સ્પર્શી લીધો છે. માત્ર બે વર્ષના ગાળામાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન એક ટ્રિલિયન ડોલરથી વધીને બે ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. આ પ્રથમ અમેરિકાની કંપની છે જેણે આ રેકોર્ડ બનાવ્યો હોય.

બુધવારે અમેરિકના બજારમાં એપલના શેર 467.77 ડોલર પહોંચી ગયા. તે કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન બે ટ્રિલિયને પહોંચી ગયું. તેના લગભગ 4.27 અબજ શેરનો વેપાર થયો. એપલનું એક ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ 2 ઓગસ્ટ 2018ના રોજ થયું હતું. ઠિક બે વર્ષ પછી કંપની બે ટ્રિલિયનના આંકડાને સ્પર્શી ગઈ છે.

31 જુલાઈના રોજ એપલ સાઉદી અરામકોને પાછળ છોડીને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની હતી. હાલના સમયમાં એક ટ્રિલિયન ડોલરથી વધારે વેલ્યૂએશનવાળી કંપનીમાં એમેઝોન, માઈક્રોસોફ્ટ અને આલ્ફાબેટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.