ઘર્ષણ વચ્ચે ચીનની કંપની ભારતમાં રૂ 7,500 કરોડનું રોકાણ કરશે

Business
Business

ચીનની વાહન બનાવતી કંપની ગ્રેટ વોલ મોટર્સે ભારતમાં એક અબજ ડોલર (આશરે ~૭૫૦૦ કરોડ)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. તેણે આ મામલે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર પણ કરી લીધો છે. કંપની તેલગાંવમાં એક અદ્યતન ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં રોકાણ કરશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ભારતમાં ચીનના રાજદૂત સન લીડોંગની હાજરી પર સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા. કંપની તેલગાંવ પ્લાન્ટમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. આ ફેસિલિટી લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ થશે. બેંગલુરૂમાં કંપનીનું આરએન્ડડી સેન્ટર હશે અને તેના પ્રોડક્શન પ્લાન્ટ એમ વધુમાં થઇને કુલ ૩૦૦૦થી ‌વધુ લોકોને રોજગારી મળશે. કંપનીએ ઓટો એક્સ્પો ૨૦૨૦માં કન્સેપ્ટ એચને રજૂ કર્યો હતો. આ એક કોમ્પેક્ટ એસયુવી માટે છે. આ ભારતમાં આવે તેવી શક્યતા છે. આ વર્ષે જ જીડબ્લ્યુએમે જીએમ પાસેથી આ પ્લાન્ટ મેળવવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ ફેક્ટરીમાં લોજિસ્ટિક્સ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ બિલ્ડિંગ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બિલ્ડિંગ અને પબ્લિક ફેસિલિટીઝ સેન્ટર જેવી સવલતો હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.