અમેરિકાના વિરોધ છતાં ભારત ડિજિટલ ટેક્સ રદ કરવા તૈયાર નહીં, એમેઝોન, ગુગલ-ફેસબુક પાસે ટેક્સ વસૂલવાની તૈયારી
અમેરિકાનો સખત વિરોધ હોવા છતાં ભારત ડિજિટલ ટેક્સ સામે નમવાના મૂડમાં નથી. ચીનની જેમ યુએસ વહીવટીતંત્રે ભારતમાં ડિજિટલ ટેક્સની તપાસ કરવાની જાહેરાત કરી છે. પરંતુ, ભારતે સ્પષ્ટ કર્યું છે કે કંપનીઓએ ટેક્સ ભરવો પડશે. તે અંતર્ગત એમેઝોન, ફેસબુક, ગુગલ અને એપલ જેવી કંપનીઓ છે.
આવકવેરા વિભાગે બિન-ભારતીય ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી ડિજિટલ ટેક્સ સંગ્રહ માટે અધિકારીઓની કાનૂની જવાબદારીઓની વિગતો જાહેર કરી છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જાહેર કરાયેલા બે ટકા ડિજિટલ ટેક્સના ક્ષેત્રમાં બે ડઝનથી વધુ વિદેશી કંપનીઓ આવશે. નિષ્ણાતો જણાવે છે કે, ડિજિટલ ટેક્સના પ્રથમ હપ્તાની ચુકવણીની અવધિ ઝડપથી નજીક આવી રહી છે. તેને પાછી ખેંચી લેવાની અથવા મોકૂફ રાખવાની સંભાવના નથી. આવી સ્થિતિમાં, આવકવેરા વિભાગ તેના સંપૂર્ણ અમલ માટે સતત કામ કરી રહ્યું છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત હાલમાં તેની કર શાસન પદ્ધતિ બદલવા અથવા પાછી ખેંચવાના ઇરાદામાં નથી. તે જ સમયે, નિષ્ણાતો અનુસાર, અમેરિકાએ તપાસ માટે માત્ર નોટિસ આપી છે. તે ખૂબ જ પ્રારંભિક તબક્કે છે. તમામ પ્રક્રિયા આ વાત પર નિર્ભર રહેશે કે, અમેરિકા તરફથી થનારી તપાસમાં શું જાણવા મળે છે.
અમેરિકાની દલીલ છે કે ભારત સહિત દસ દેશો ડિજિટલ સર્વિસ ટેક્સ (ડીએસટી) લાદવામાં યુએસ કંપનીઓ સામે ભેદભાવ રાખી રહ્યા છે. આથી, ભારત સહિત અન્ય દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, યુરોપિયન યુનિયન, ઇટાલી, ઇન્ડોનેશિયા, સ્પેન, તુર્કી અને બ્રિટન વિરૂદ્ધ ડિજિટલ સર્વિસ ટેક્સની તપાસ શરૂ કરવા યુનાઈટેડ સ્ટેટ્સના વેપાર પ્રતિનિધિ (યુએસટીઆર) દ્વારા નોટિસ ફટકારી છે.
યુએસટીઆરની 1974 ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે. આ વિભાગ અમેરિકા યુએસટીઆર પાસે જો કોઈની દેશની બિન-નિષ્પક્ષ કાર્યવાહી અથવા ભેદભાવપૂર્ણ વલણ અમેરિકાના વેપારને નકારાત્મક અસર કરે છે. કે નહીં તેની તપાસ કરવાની સત્તા છે.
જો તમે કોઈ વિદેશી વેબસાઇટ પરથી કંઈક ખરીદો છો, તો તે અંતર્ગત વેબસાઇટે 2% ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સ ત્યારે જ લાગુ થશે જ્યારે વેબસાઇટ દ્વારા ભારતીય ગ્રાહકોએ રૂ. 2 કરોડથી વધુની કિંમતના માલ અથવા સેવાઓ વેચવામાં આવી હોય.