અંબાણીનો ચાલ્યો જાદુ, ટાટાનો વાગ્યો ડંકો, મિત્તલને લાગ્યો 5,231 કરોડનો ફટકો
ગયા અઠવાડિયે માત્ર બજેટ જ નહીં મુકેશ અંબાણી પણ ચર્ચામાં રહ્યા હતા. રેલસન્યા ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જબરદસ્ત વધારો થયો હતો અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 20 લાખ કરોડની નજીક પહોંચી ગયું હતું. બીજી તરફ, રતન ટાટાની સૌથી મોટી કંપની TCSના શેરમાં સારો ઉછાળો આવ્યો હતો અને તે રૂ. 14.5 લાખ કરોડથી વધુની કિંમતની કંપની બની હતી. નિષ્ણાતોનું માનીએ તો બજેટ બાદ શેરબજારમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. જેના કારણે દેશની બે મોટી કંપનીઓના વેલ્યુએશનમાં સંયુક્ત રીતે 1.90 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સુનીલ ભારતી મિત્તલની એરટેલને 5200 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
જો આંકડાઓની વાત કરીએ તો શેરબજારમાં આવેલી તેજી વચ્ચે ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8ના વેલ્યુએશનમાં રૂ. 2.90 લાખ કરોડનો વધારો થયો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ ફાયદો થયો હતો. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,384.96 પોઈન્ટ અથવા 1.95 ટકા વધ્યો હતો. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8નું માર્કેટ કેપિટલાઇઝેશન… રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ICICI બેન્ક, ઇન્ફોસિસ, LIC, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) અને હિન્દુસ્તાન યુનિલિવર (HUL)માં વધારો થયો છે. જ્યારે ભારતી એરટેલ અને ITCના વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.
- ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી આઠની સંયુક્ત માર્કેટ કેપમાં કુલ રૂ. 2,90,267.98 કરોડનો વધારો થયો છે.
- જ્યારે બે કંપનીઓને નુકસાન થયું છે. આ બંને કંપનીઓને સંયુક્ત રીતે રૂ. 24,162.82 કરોડનું નુકસાન થયું છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 1,38,290.85 કરોડ વધીને રૂ. 19,72,028.45 કરોડે પહોંચ્યું છે. ગયા સપ્તાહે કંપનીના શેર 7.54 ટકા વધ્યા હતા.
- Tata Consultancy Services (TCS) એ સપ્તાહ દરમિયાન રૂ. 57,867.9 કરોડ ઉમેર્યા હતા, જેનું મૂલ્યાંકન રૂ. 14,51,307.84 કરોડ થયું હતું.
- દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBIનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 33,467.29 કરોડ વધીને રૂ. 5,80,456.76 કરોડ થયું છે.
- દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)નું માર્કેટ કેપ રૂ. 26,153.87 કરોડ વધીને રૂ. 5,97,490.91 કરોડ થયું છે.
- દેશની બીજી સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા ICICI બેન્કનું મૂલ્યાંકન રૂ. 10,522.67 કરોડ વધીને રૂ. 7,19,033.83 કરોડ થયું છે.
- ત્યારે, દેશની સૌથી મોટી આઇટી કંપનીઓમાંની એક ઇન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 9,566.79 કરોડ વધીને રૂ. 7,03,024.44 કરોડ થયું છે.
- દેશની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા HDFC બેન્કનું બજાર મૂલ્ય રૂ. 8,771.34 કરોડ વધીને રૂ. 10,98,772.65 કરોડ થયું છે.
- દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલિવરના મૂલ્યાંકનમાં રૂ. 5,627.27 કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો અને માર્કેટ કેપ રૂ. 5,76,601.44 કરોડ થયું હતું.
- આ વલણથી વિપરીત, ITCનું માર્કેટ કેપ રૂ. 18,931.64 કરોડ ઘટીને રૂ. 5,49,330.64 કરોડ થયું છે.
- ભારતી એરટેલનું મૂલ્યાંકન રૂ. 5,231.18 કરોડ ઘટીને રૂ. 6,47,176.65 કરોડ થયું હતું.