Amazon.inએ 7 લાખ સેલર્સને સક્ષમ કરવા અને વૃદ્ધિને બળ આપવા STEP લોન્ચ કર્યું

Business
Business

બેંગાલુરુ, 17 નવેમ્બર, 2020 – Amazon.in એ STEP લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે Amazon.in ઉપર સેલર્સને તેમની વૃદ્ધિને બળ આપવામાં મદદરૂપ બનવા પર્ફોર્મન્સ-બેઝ્ડ બેનિફિટ પ્રોગ્રામ છે. STEP કસ્ટમાઇઝ્ડ અને પગલા ભરી શકાય તેવી ભલામણો દ્વારા સેલર્સનો અનુભવ સરળ બનાવે છે, જેનાથી સેલર્સને કસ્ટમર એક્સપિરિયન્સ મેટ્રિક્સમાં સુધારો કરવામાં મદદ મળે છે, જેના પરિણામે તેમની વૃદ્ધિને વેગ મળે છે. પ્રદર્શનમાં સુધારો કરીને સેલર્સ બેઝિક, સ્ટાન્ડર્ડ, એડવાન્સ્ડ, પ્રીમિયમ અને વધુ જેવા વિવિધ સ્તરે ઉપલબ્ધ લાભોને અનલોક કરી શકે છે. આ લાબોમાં ફી માફી, ઝડપી વિતરણ સાઇકલ, સેલર સપોર્ટ અને વિશ્વ-સ્તરીય ફ્રી એકાઉન્ટ મેનેજમેન્ટ જેવાં લાભો સામેલ છે. STEP સેલર્સને Amazon.in ઉપર સફળતા પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે, જે દ્વારા તેમના રિયલ-ટાઇલ પ્રદર્શન, લાભો અને વૃદ્ધિ ઉપર ટ્રેક રાખવામાં મદદ મળે છે. આ માટે તેઓ સેલર સેન્ટ્રલ ઉપર STEP ડેશબોર્ડનો ઉપયોગ કરી શકે છે.

કસ્ટમાઇઝ્ડ અને પગલા ભરી શકાય તેવી ભલામણોનો ઉપયોગ કરીને STEP સેલર્સને ચાવીરૂપ કંટ્રોલેબલ મેટ્રિક્સ જેમકે કેન્સલેશન રેટ, લેટ ડિસ્પેચ રેટ, રિટર્ન રેટ વગેરેમાં સુધારો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે. તેમના પ્રદર્શનને આધારે સેલર્સ ઓનલાઇન અને ઓફલાઇન ટ્રેડિંગ, ફી માફી, ઝડપી વિતરણ સાઇકલ અને વિનામૂલ્યે એકાઉન્ટ મેનેજમેન્ટ જેવાં લાભો પ્રાપ્ત કરી શકે છે. 1 ડિસેમ્બર 2020થી Amazon.in ઉપર તમામ સેલર્સ 31 માર્ચ, 2021 સુધી સ્ટાન્ડર્ડ બેનિફિટ પ્રાપ્ત કરી શકે છે તેમજ 1 એપ્રિલ, 2021થી તેઓ બેઝિક, એડવાન્સ્ડ, પ્રીમિયમ અને અન્ય માટે યોગ્ય રહેશે, જે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2021 દરમિયાન તેમના પર્ફોર્મન્સને આધારિત રહેશે. તમામ સેલર્સ તેમના લેવલને અપગ્રેડ કરવાની તક મેળવશે અને દરેક ત્રિમાસિકગાળામાં તેમના પર્ફોર્મન્સને આધારેત લાભો પ્રાપ્ત ક

એમેઝોન ઇન્ડિયાના વીપી મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, “STEP તમામ કદ અને મુદ્દતના સેલર્સને Amazon.in ઉપર ગ્રાહકો સંબંધિત મહત્વપૂર્ણ મેટ્રિક્સ ઉપર તેમના પર્ફોર્મન્સ ઉપર કેન્દ્રિત રહેતાં તેમની વૃદ્ધિને વેગ આપવા માટે સક્ષમ બનાવે છે. STEP ઉદ્દેશ્ય આધારિત અને પારદર્શક માપદંડોની સાથે-સાથે સેલર્સને અંદાજિત પ્રકારે આ મેટ્રિક્સ ઉપર પર્ફોર્મન્સ સુધારવામાં મદદરૂપ બનતા લાભો પ્રદાન કરે છે. એમેઝોન ખાતે અમે લાંબાગાળાના કસ્ટમર એક્સપિરિયન્સ ઉપર કેન્દ્રિત રહેવામાં વિશ્વાસ રાખીએ ચીએ. અમે STEP પ્રોગ્રામની દરેક વિગતો માટે સમય આપ્યો છે અને દરેક પરિબળ ઉપર કાળજીપૂર્વક રીતે ધ્યાન આપ્યું છે, જેથી અમારા મૂલ્યવાન સેલર્સ ઉત્તમ ગ્રાહક અનુભવ પ્રદાન કરવાનું સુનિશ્ચિત કરીને Amazon.in ઉપર વૃદ્ધિ સાધીને સફળતા પ્રાપ્ત કરી શકે.”

STEPના લોન્ચ સાથે એમેઝોન તેના સુધારેલા ફી માળખાને રજૂ કરી રહ્યું છે, જે દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બર 2020થી સુધારેલી ફી STEP લેવલ સાથે જોડવામાં આવી છે અને STEPના લાભોના ભાગરૂપે વેઇટ હેન્ડલિંગ ફી અને લાઇટનિંગ ડીલ ફી ઉપર માફી સામેલ છે. વધુમાં લો પ્રાઇઝ રેન્જ (રૂ. 250-500)માં પ્રોડક્ટ્સ માટે ક્લોઝિંગ ફી ચાર્જમાં ઘટાડો થશે તેમજ એમેઝોન ફુલફીલમેન્ટ સેન્ટર્સ ઉપરથી શીપ કરાયેલી ચીજો ઉપર ઝિરો ડિસ્પોઝલ ફી રહેશે.

Amazon.in એ આ વર્ષે વિવિધ પહેલ કરી છે, જેથી 7 લાખથી વધુ સેલર્સ સમુદાયને અવરોધ પાર કરીને બિઝનેસને ટ્રેક ઉપર પુનઃ લાવવામાં મદદ મળી રહે. તેમાં ફ્રી કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ (એમેઝોન સાથેની ભાગીદારીમાં એકો દ્વારા ઓફર કરાયેલ), ઓન ડિમાન્ડ પેમેન્ટ ડિસબર્સમેન્ટ, પર્ફોર્મન્સ મેટ્રિક્સમાં રાહત, ઇન્વેન્ટરી સ્ટોરેજ ફી ઉપર ફી માફી અને નાના સેલર્સ માટે સેલ ઓન એમેઝોન ઉપર 50 ટકા માફી તથા ડિસેમ્બર 2020 સુધી માર્કેટપ્લેસ ફીમાં સુધારો મુલતવી રાખવા વગેરે સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.