રિચાર્જના બદલે 50 ટકા કેશબેકની ઓફર આપી રહ્યું છે એરટેલ, કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો ફાયદો

Business
Business

ઈન્ડિયન ટેલિકોમ માર્કેટમાં હરિફાઈ ઘણી વધી ગઈ છે અને ખાસ કરીને પ્રીપેડ પ્લાન્સની સાથે કંપનીઓ કેટલાક ફાયદા પોતાના સબ્સક્રાઈબર્સને આપી રહી છે. જ્યારે ભારતી એરટેલ તરફથી યુઝર્સને પ્રીપેડ રીચાર્જ કરવા ઉપર કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે. કંપનીએ વિતેલા દિવસોમાં ઘણા પ્લાન્સ લઈને આવી હતી. જેમાં હાઈસ્પીડ ડેટાની સાથે તમામ નેટવર્ક્સ ઉપર ફ્રી કોલીંગનો ફાયદો યુઝર્સને મળતો હતો. જો કે, કેશબેક ઓફરનો ફાયદો ઉઠાવવા માટે એમેઝોન પેની મદદથી રિચાર્ઝ કરાવવાનું રહેશે.

કેશબેકનો કેવી રીતે ઉઠાવશો ફાયદો

કેશબેકનો ફાયદો યુઝર્સને એમેઝોન-પેની મદદથી રિચાર્જ કરવા ઉપર મળશે. જો કે આ ઓફર માત્ર એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે છે. આ રીતના યુઝર્સને પ્રીપેઈડ નંબર ઉપર રિચાર્જ કરવાથી 50 ટકા કે પછી 40 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ એક લિમીટેડ ટાઈમ ઓફર છે અને માત્ર 30 ઓક્ટોબર સુધી જ માન્ય છે. આ ઓફરનો ફાયદો લેવા માટે યૂઝર્સે પોતાના એમેઝોન પ્રાઈમ એકાઉન્ટથી લોગઈન કરવાનું રહેશે અને કેશબેક રિવોર્ડ કલેક્ટ કરવાનું રહેશે.

30 ઓક્ટોબર સુધી છે ઓફર

રિવોર્ડની મદદ લઈને યુઝર્સ પોતાના એમેઝોન પે બેલેન્સથી પ્રીપેઈડ નંબર ઉપર રિચાર્જ કરાવી શકશે. એટલે કે કેશબેક રિવોર્ડ પણ એમેઝોન પે વોલેટમાં જ મળશે. આ ઓફરનો ફાયદો એરટેલની એપ્લીકેશન કે વેબસાઈટ ઉપર જઈને એમેઝોન પે યુપીઆઈની મદદથી રિચાર્જ કરાવવા ઉપર નહીં મળે. કંપની આ ઓફરનો ફાયદો 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબરની વચ્ચે લઈને આવી છે. કેશબેક એમાઉન્ટ રિચાર્જ કરાવ્યાના 3 દિવસ સુધીમાં યુઝર્સના એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે.

અલગથી કોઈ પ્રોમો-કોડ નહીં

એરટેલ પ્રીપેઈડ યુઝર્સને મળી રહેલી આ ઓફસ માટે કોઈ અલગથી પ્રોમોકોડ નથી. માત્ર એમેઝોન પ્રાઈમ મેમ્બર્સને ફાયદો મળશે અને રિવોર્ડને કલેક્ટ કરી શકશે. એમેઝોનની વેબસાઈટ ઉપર દેવામાં આવેલા ટર્મ્સ અને કડીશન્સમાં કહેવામાં આવ્યું છે કે, આ ઓફર માત્ર તે જ યુઝર્સને કેશબેક આપશે જે એમેઝોન પેની મદદથી રીચાર્જ કરશે. એટલે કે એમેઝોન પ્રાઈમના મેમ્બર હશે અને એમેઝોન પેની મદદથી પેમેન્ટ કરવા ઉપર કેશબેક મેળવવા માટે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.