રેટિંગ્સ એજન્સીઓ અનુસાર ભારતના GDPમાં 11થી 15%નું ગાબડું પડવાની ભીતિ

Business
Business

કોરોના બાદ સર્જાયેલી આર્થિક મંદીમાં ભારતનો જીડીપી રેટ વિભિન્ન રેટિંગ્સ એજન્સી ઓ દ્વારા સતત સુધારી ઘટાડવામાં આવી રહ્યો છે. રેટિંગ્સ એજન્સીઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં દેશનો જીડીપી ગ્રોથ રેટ 10થી 14 ટકા સુધી ઘટવાનો અંદાજ વ્યક્ત થયો છે. ફિચે ભારતનો જીડીપી ગ્રોથનુ સંકોચન -5 ટકાથી ઘટાડી હવે -10.5 ટકા સુધી થવાનો અહેવાલ આપ્યો છે. જ્યારે ગોલ્ડમેન સાસે -14.8 ટકા સંકોચન થવાની દહેશત વ્યક્ત કરી છે. ઈન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચે પણ 11.8 ટકાનો ઘટાડો નોંધાવાનો અહેવાલ આપ્યો છે.

માત્ર ભારત જ નહીં વૈશ્વિક ઈકોનોમીમાં ઘટાડાની ચાલ જોવા મળશે. ફિચે ગ્લોબલ જીડીપી 4.4 ટકા ઘટવાનો અંદાજ મૂક્યો છે. જો કે, ચીનની જીડીપી 2020માં 2.7 ટકા સુધી વધવાનો આશાવાદ પણ આપ્યો છે. જૂન ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 23.9 ટકા સુધી ઘટતાં તમામ રેટિંગ્સ એજન્સીઓ પોતાના અંદાજમાં ઘટાડો કરી રહી છે.

મુખ્ય કારણો

કોરોનાના સતત વધતા કેસો સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમે.

અપૂરતી આર્થિક સહાયો સાથે રોકડની કટોકટી યથાવત

જૂન ત્રિમાસિકમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો

નબળી માગ વચ્ચે ઔદ્યોગિક ઉત્પાદનોમાં ઘટાડો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.