ફેટ ફિંગર: એક ખોટી કી દબાઈ ગઈ અને સાફ થઈ ગયા 250 કરોડ રૂપિયા

Business
Business

નાની ભૂલ કોઈને પણ મોંઘી પડી શકે છે. ગુરુવારે સાંજે, NSE પર ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ખોટી કી (trading mistakes in india) દબાવવાના કારણે અજાણ્યા બ્રોકિંગ હાઉસને રૂ. 200-250 કરોડનું નુકસાન થયું હતું. આ દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેડિંગ મિસ્ટેક છે. માઉસ પર મિસક્લિક કરવાથી કે ખોટી કી દબાવવાથી થતી ભૂલને ફેટ ફિંગર ટ્રેડ કહેવાય છે. આના પરિણામે વેપાર શરૂ કરનાર વ્યક્તિને ભારે નુકસાન થાય છે જ્યારે અન્ય લોકોને મફતમાં ચાંદી મળે છે. લગભગ એક દાયકા પહેલા, બ્રોકરેજ ફર્મ એમ્કે ગ્લોબલના એક વેપારીને પણ નિફ્ટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટમાં ખોટી કી દબાવવાને કારણે આશરે રૂ. 60 કરોડનું નુકસાન થયું હતું.

કોલકાતાના 2 દલાલોને લાગી લોટરી

ગુરુવારે, 2.37 કલાકથી 2.39 કલાકની વચ્ચે, એક વેપારીએ 14500 પર 15 પૈસાની સ્ટ્રાઈક પ્રાઈસ પર નિફ્ટી કોલ ઓપ્શનના 25,000 લોટનું વેચાણ કર્યું હતું. તે સમયે કોન્ટ્રાક્ટની બજાર કિંમત રૂ. 2,100 ચાલી રહી હતી. નિફ્ટી કોન્ટ્રાક્ટના દરેક લોટમાં 50 નંબર હોય છે. જાણકારોનું કહેવું છે કે, વેપારીને 200થી 250 કરોડનું નુકસાન થયું છે. તેના કારણે કોલકાતાના ઓછામાં ઓછા 2 દલાલોને લોટરી લાગી ગઈ. એકના ખાતામાં 50 કરોડ અને બીજાના ખાતામાં 25 કરોડ રૂપિયા છે.

વેપારીએ વીમો લીધેલો હતો

NSEએ આ ઘટના અંગે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ એક્સચેન્જના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એવી સંભાવના છે કે જે વેપારીએ ભૂલ કરી હતી તેણે વીમો લીધો હતો અને તેનું નુકસાન કવર કરવામાં આવશે. જ્યારે આ કારોબાર થયો, તે સમયે નિફ્ટી 16,600ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે ઈન્ડેક્સ 105 પોઈન્ટના વધારા સાથે 16628 પોઈન્ટ પર બંધ થયો હતો. માર્કેટ પ્લેયર્સ આ કેવી રીતે થયું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રોકિંગ હાઉસના અધિકારીઓનું કહેવું છે કે 2012માં બનેલી ઘટના બાદ ઘણા બોકરિગ હાઉસે આવા સોદાઓને રોકવા માટે ઇન-હાઉસ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરી હતી.

જાપાનીઝ એક્સચેન્જમાં $600 બિલિયનનું નુકસાન થયું હતું

માઉસ પર મિસક્લિક કરવાથી કે ખોટી કી દબાવવાથી થતી ભૂલને ફેટ ફિંગર ટ્રેડ કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વેપારી 1010 રૂપિયામાં એક લાખ શેર વેચે છે જ્યારે તે સમયે બજાર કિંમત 1100 રૂપિયા હોય, તો તેને 90 લાખ રૂપિયાનું નુકસાન થશે. એટલે કે વેચનારને ભારે નુકસાન થશે અને અન્ય લોકોને ફાયદો થશે. 2014માં, ફેટ ફિંગરથી જાપાનીઝ એક્સચેન્જમાં $600 બિલિયનનું નુકસાન થયું હતું. 2018માં બહુવિધ ખાતાઓમાં ખોટા ટ્રાન્સફરને કારણે ડોઇશ બેંકને $28 બિલિયનનું નુકસાન થયું હતું. ઑક્ટોબર 2012માં દેશમાં નિફ્ટી કોન્ટ્રાક્ટમાં ફેટ ફિંગરને કારણે Emkay ગ્લોબલના વેપારીને રૂ. 60 કરોડનું નુકસાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.