ITR રીટર્ન ફાઈલ ન કરનારા લોકો માટે ખાસ અપડેટ, લાગી શકે છે મોટો આંચકો; જાણો….
પગારદાર લોકો માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની નિયત તારીખ 31 જુલાઈ 2023 ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. જો કે, આ તારીખ પછી પણ હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ તેમના ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં, જો લોકોનો પગાર કરપાત્ર છે અને તેઓ નિર્ધારિત તારીખ સુધીમાં ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરી શકતા નથી, તો તેમને પણ આંચકો લાગી શકે છે. ખરેખર, આવા લોકોને લેટ ફી હેઠળ દંડ થઈ શકે છે અને જેલ પણ થઈ શકે છે.
છેલ્લી ઘડીની ભૂલો ટાળવા માટે સમયસર ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, જો તમે નિર્ધારિત સમયમર્યાદા ચૂકી ગયા છો, તો તમારે કેટલાક પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ કમાણી કરી રહી છે અને નિયત તારીખમાં ITR ફાઇલ કરવાનું ચૂકી જાય છે, તો તેણે લેટ ફી ચૂકવવી પડશે.
જે કરદાતાઓ સમયમર્યાદા સુધીમાં તેમની ITR ફાઇલ કરવામાં નિષ્ફળ જાય છે તેઓ કલમ 234F હેઠળ રૂ. 5000ના દંડનો સામનો કરી શકે છે. જો કે, 5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો માટે દંડની રકમ 1,000 રૂપિયા હશે. ત્યારે, આ લેટ ફી ભરીને 31 ડિસેમ્બર 2023 સુધી ITR ફાઇલ કરી શકાય છે.
જેલ પણ થઈ શકે છે
ત્યારે, ભારત સરકાર પાસે તે પગારદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી શરૂ કરવાની સત્તા છે જેઓ 31 ડિસેમ્બર 2023 સુધીમાં ITR ફાઇલ કરવાનું ચૂકી ગયા છે. વર્તમાન આવકવેરાના નિયમોમાં ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુમાં વધુ 7 વર્ષની જેલની જોગવાઈ છે.