સોનુ 51000 થયું તો ચાંદી 55000ને પાર, દિવાળી સુધીમાં સોનુ 55000, ચાંદી 62000 થશે

Business
Business

બુલિયન માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. સોનુ રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે જેના પગલે અમદાવાદ ખાતે ચાંદી રૂ.2600ના ઉછાળા સાથે કિલોગ્રામ દીઠ રૂ.55000ની સપાટી કુદાવી 55300 બોલાઇ ગઇ છે.

છેલ્લા ચાર માસમાં એટલે કે માર્ચ મહિનામાં લૉકડાઉન પૂર્વે નીચામાં રૂ.35000ની સપાટીએ પહોંચી હતી ત્યાર બાદથી અત્યાર સુધીમાં રૂ.20,000નો ઉછાળો આવ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણે એક દિવસમાં 7 ટકાની તેજી સાથે 22 ડોલરની નજીક 21.53 ડોલર ક્વોટ થવા લાગી છે. ચાંદી 2013 બાદની ટોચે છે. એનાલિસ્ટોનું કહેવું છે કે ચાંદીની તેજી થોડા મહિનાઓ સુધી ચાલુ રહેશે અને દિવાળી સુધીમાં રૂ .60,000ની સપાટી ક્રોસ કરી જશે. સોનામાં પણ રૂ.200નો સુધારો થઇ રૂ.51000ની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું છે.

વૈશ્વિક સ્તરે સ્ટીમ્યુલસ પેકેજનો સહારો તેમજ અમેરિકા વધારાનું પેકેજ જાહેર કરશે તેવા અહેવાલે હેજફંડોનું આકર્ષણ વધ્યું છે. આ ઉપરાંત વૈશ્વિક ડિલિવરીની શોર્ટેજ અને માઇનિંગ ધટવા સામે ઔદ્યોગિક માંગ ખુલી છે. દેશમાં ચાંદીની જ્વેલરીની માંગ મજબૂત રહેવાનો આશાવાદ છે. જ્યારે પણ સોનુ મોંઘું થાય છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ચાંદીના ઘરેણાની માંગ વધે છે. ચાંદી 2013માં રૂ.50,000ની સપાટી ઉપર પહોંચી હતી. ત્યાર બાદ અત્યારે ઝડપી 55000 બોલાઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ નવ વર્ષની ટોચે 1841 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે એમસીએક્સ ખાતે સોનુ ઓગસ્ટ વાયદો રૂ.49183 જ્યારે ચાંદી સપ્ટેમ્બર વાયદો ત્રણ ટકા ઉછળી 55603 ક્વોટ થઇ રહ્યો છે.

કોરોના મહામારીના કારણે ગોલ્ડ-સિલ્વર માઇનિંગ કામગીરી અટકી હોવાથી તેમજ ડિલિવરી તથા આયાત ઠપ રહેવાના કારણે ભાવ ઝડપી ઉછળી રહ્યાં છે. સલામત રોકાણ તરીકે સોના-ચાંદીને રોકાણકારો પહેલી પસંદ આપી રહ્યાં છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઝડપી 1950-2000 ડોલર અને ચાંદી 22.50-23 ડોલર થવા સાથે દિવાળી સુધીમાં સ્થાનિક બજારમાં સોનુ પ્રતિ 10 ગ્રામ રૂ.53500 થી 55000 જ્યારે ચાંદી કિલોગ્રામ દીઠ રૂ.60000-62000 થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.