બેન્કો આકર્ષક સ્કીમ સાથે ગુજરાતમાં આ વર્ષે આપશે 10 લાખ કરોડની લોન્સ

Business
Business

કોરોના મહામારી દરમિયાન ઠપ થઇ ગયેલા વેપાર- ઉદ્યોગો અને નોકરી-ધંધાઓ ફરી ધમધમવા લાગ્યા છે. તેની સાથે જ ઇચ્છાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્ષ 2020-21 દરમિયાન આશરે રૂ. 10 લાખ કરોડની હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતની લોન્સ લેશે તેવો આશાવાદ ટોચના બેન્કર્સ અને ફાઇનાન્સ કંપનીઓ વ્યક્ત કરી રહ્યા છે.

બેન્કો નાણાથી છલકાઇ રહી છે અને ધિરાણ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરબીઆઇએ પણ સંખ્યાબંધ છૂટછાટો આપેલી છે. સતત ઘટી રહેલા વ્યાજદર, ત્વરિત લોન મંજૂરી, હળવી શરતો અને તમારી ઇચ્છા મુજબની પુન: ચૂકવણી મુદત જેવાં પ્રોત્સાહનો મળી રહ્યા છે. સામે કોરોના જેવી મહામારી અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોને મહત્વ આપતાં લોકો ઘરઘંટી, વોશિંગ મશીન, ટુ-વ્હિલર, ફોર વ્હિલર સહિતના સાધનો ખરીદવા લાગ્યા છે. ચાર માસથી ઠપ્પ થઇ ગયેલા અર્થતંત્રમાં કોરોના પૂર્વેની સ્થિતિ સ્થાપિત થઇ રહી છે. વાર્ષિક ધોરણે ગુજરાતીઓ સરેરાશ 7-8 લાખ કરોડનું ધિરાણ મેળવે છે.

મહામારી છતાં 2020-21માં 10 લાખ કરોડથી વધુનું ધિરાણ લેશે તેવો મત ટોચની બેન્કો દર્શાવી રહી છે. કોવિડ બાદ ઓટો લોન લેનાર એ કે ઇવેન્ટના નિલેષ સોલંકીએ જણાવ્યું કે સસ્તા ધિરાણ દરના કારણે એક સાથે 7-8 લાખનું રોકાણ કરવાના બદલે લોન લેવી સરળ પડે છે. રિટર્ન સમયસર ફાઇલ કરતા હોય અને સિબિલ સ્કોર સારો હોય તો બેન્કો 24 કલાકમાં લોન મંજૂર કરી આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.