દેશમાં ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 320 લાખ ટન રહેશે

Business
Business

 ખાંડનું ઉત્પાદન નવી શરૂ થનારી સિઝન 2020-21 (ઓક્ટોબર-સપ્ટે.)માં 320 લાખ ટન થવાનો અંદાજ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) દ્વારા મુકવામાં આવ્યો છે. જે ચાલુ વર્ષના 272 લાખ ટનની તુલનાએ 48.13 લાખ ટન એટલે કે 17.69 ટકા  વધશે. જોકે, જયુસ અને બી-મોલાસીસ અને ઇથેનોલનું ઉત્પાદન ઘટી 15 લાખ ટન આસપાસ રહેશે.

દેશમાં ખાંડના ઉત્પાદનમાં વધારો થવાના કારણે સ્ટોકમાં ફરી વધારો થશે. ચાલુ વર્ષે જ 115 લાખ ટનનો સ્ટોક કેરીફોરવર્ડ થાય તેવો અંદાજ છે. દેશમાં શેરડીનું વાવેતર 2020-21માં અંદાજે 52.28 લાખ હેક્ટર જેટલું થવાનો અંદાજ છે, જે 2019-20 સુગર સીઝનના શેરડી વિસ્તારની સરખામણીમાં 8% વધી જશે. ઉત્તરપ્રદેશ, દેશમાં ટોચનું શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય છે, જેનો શેરડીનો વિસ્તાર આશરે 22.92 લાખ હેક્ટર જેટલો છે જેના કારણે ખાંડનું ઉત્પાદન યુ.પી. 2020-21 માં 123.06 લાખ ટન થવાનો અંદાજ છે.

મહારાષ્ટ્રમાં ઉત્પાદન વધીને 101.34 લાખ ટન થવાની ધારણા છે. જે ચાલુ વર્ષના 61.61 લાખ ટનની તુલનાએ 39.73 લાખ ટન વધી જશે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન વધી 43.13 લાખ ટન, તામીલનાડુમાં 7.51 લાખ ટન ગુજરાતમાં 10.81 લાખ ટન થવાની ધારણા છે.

ચાલુ વર્ષે 270.25 લાખ ટનનું ઉત્પાદન થયું છે જ્યારે હજુ 1.5 લાખ ટનનું થશે આમ કુલ 272 લાખ ટનનું ઉત્પાદન રહ્યું છે. ચાલુ વર્ષે 145 લાખ ટનનો સ્ટોક 272 લાખ ટનનો પાક સામે વપરાશ ઘટીને માત્ર 250 લાખ ટન આસપાસ રહ્યો છે જ્યારે નિકાસ વેપાર વધીને 52 લાખ ટનના થયા હોવાનું અનુમાન છે. સિઝનના અંતે 115 લાખ ટનનો સ્ટોક કેરીફોરવર્ડ થશે. નિકાસ વધીને 60 લાખ ટન સુધી પહોંચી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.