દેશમાં ઇન્ફ્રા સેક્ટરનો ગ્રોથ મે માસમાં ઘટીને 23.4 ટકા થયો

Business
Business

દેશના આઠ કોર ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ રેટ ઈન્ડેક્સ એપ્રિલ માસના 37 ટકા ઘટાડાની તુલનાએ 23.4 ટકા ઘટ્યો છે. એપ્રિલથી મે દરમિયાન એકીકૃત ગ્રોથ -30.0 ટકા નોંધાયો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોવિડ-19 મહામારીને લીધે એપ્રિલ-મે દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગૂ હોવાથી કોલ, સિમેન્ટ, સ્ટીલ, નેચરલ ગેસ, રિફાઈનરી, ક્રૂડ ઓઈલ સહિત તમામ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન ઘટ્યા હતા. ફેબ્રુઆરી, 2020માં આઠ કોર ઈન્ડ્સ્ટ્રીઝનો ગ્રોથ રેટ ઓફ ઈન્ડેક્સ સુધારી 6.4 ટકા કરવામાં આવ્યો હતો. આઈઆઈપી સહિત આઠ કોર ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ રેટ 40.27 ટકા રહ્યો છે. જેમાં કોલસાનુ ઉત્પાદન મે મહિનામાં 14 ટકા ઘટ્યુ હતુ. ક્રૂડ ઓઈલનુ ઉત્પાદન ગતવર્ષના સમાન ગાળાની તુલનાએ 7.1 ટકા ઘટ્યુ છે. ઉપરાંત નેચરલ ગેસનુ ઉત્પાદન 16.8 ટકા, પેટ્રોલિયમ રિફાઈનરીનુ ઉત્પાદન 21.3 ટકા, ઘટ્યુ છે. જ્યારે ફર્ટિલાઈઝર્સનુ ઉત્પાદન 7.5 ટકા વધ્યુ છે.

ભારતની રાજકોષિય ખાધ એપ્રિલ-મે દરમિયાન 4.66 લાખ કરોડ નોંધાઈ છે. જે બજેટના લક્ષ્યાંક કરતાં 58.6 ટકા છે. સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે રાજકોષિય ખાધનો લક્ષ્યાંક 7.96 લાખ કરોડ મૂક્યો હતો. કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ ડેટા અનુસાર, ગત નાણા વર્ષના સમાનગાળામાં રાજકોષિય ખાધ વાર્ષિક લક્ષ્યાંકના 52 ટકા નોંધાઈ હતી. સરકારની તિજોરીમાંથી કુલ રૂ. 5.11 લાખ કરોડ (બજેટ લક્ષ્યાંકના 16.8 ટકા) ખર્ચ થયો છે. જ્યારે સરકારે કુલ રૂ. 45,498 કરોડ (બજેટ લક્ષ્યાંકના 2ટકા) આવક થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.