ટિકટોકના ભારતીય બિઝનેસ માટે જાપાનની સોફ્ટબેંક બોલી લગાવી શકે છે, જિયો અથવા એરટેલ ભાગીદાર બને તેવી સંભાવના

Business
Business

જાપાનનું સોફ્ટબેંક ગ્રુપ કોર્પ ટિકટોકના ભારતીય બિઝનેસ માટે બોલી લગાવવાની સંભાવનાને શોધી રહ્યા છે. આ માટે, સોફ્ટબેંક ગ્રુપ સ્થાનિક ભાગીદારોની શોધમાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ બાબતે જાણકાર સૂત્રોને ટાંકીને જણાવાયું છે. સોફ્ટબેંક ગ્રુપની ટિકટોકની પેરેન્ટ કંપની બાયડંસમાં પણ હિસ્સો છે.

ટિકટોકના ભારતીય બિઝનેસ માટે સ્થાનિક ભાગીદારો સાથે એક ગ્રુપ બનાવીને બોલી લગાવી શકે છે. આના માટે ગ્રુપ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ અને ભારતી એરટેલ સાથે પાછલા અમુક મહિનાઓથી વાત કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સોફ્ટબેંક હજુ પણ ભાગીદારીને લઈને સંભાવનાઓ ચકાસી રહી છે.

ચીનની બાયડાંસ કંપનીની શોર્ટ વિડીયો એપ ટિકટોક પર ભારત અને અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે. નેશનલ સિક્યોરિટી અને યુઝર્સ ડેટાને લઈને અન્ય દેશો પણ તેની સામે દંડાત્મક પગલા ભરવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટિકટોક ઘણા દેશોમાં પોતાનો બિઝનેસ વેચી દેવાની યોજના ધરાવે છે.

સોફ્ટબેંક ગ્રુપ ટિકટોકના અમેરિકન બિઝનેસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આનું કારણ એ છે કે બાયડાંસ અને વોલમાર્ટ ઇન્ક બંનેમાં સોફ્ટબેંક ગ્રૂપનો હિસ્સો છે. વોલમાર્ટે ટિકટોકનો વ્યવસાય ખરીદવા માટે માઇક્રોસોફ્ટ સાથે મળીને બિડ લગાવી છે. વોલમાર્ટ માઇક્રોસોફ્ટને ફંડ આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.