જિયો બાદ રિલાયન્સના રિટેલ બિઝનેસમાં રૂ. 7,300 કરોડનું રોકાણ કરી શકે છે અમેરિકાની ઇક્વિટી ફર્મ સિલ્વર લેક

Business
Business

અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિટેલ પેટાકંપની રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદી શકે છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ રિલાયન્સ રિટેલમાં 1 અબજ ડોલર (લગભગ રૂ. 7300 કરોડ) ના રોકાણ માટે સિલ્વર લેક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, સિલ્વર લેકનું આ રોકાણ રિલાયન્સ રિટેલના 57 અબજ ડોલરના વેલ્યુએશનના આધારે કરવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની રિટેલ પેટા કંપની રિલાયન્સ રિટેલમાં 10% હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. હિસ્સો નવા શેર તરીકે વેચવામાં આવશે. જોકે, સિલ્વર લેક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હિસ્સો વેચવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઓઈલથી ટેલિકોમ બિઝનેસમાં વેપાર કરનાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી હવે ભારતમાં રિટેલ બિઝનેસમાં છવાઈ જવાની તૈયારી કરી રહ્યા છે. મુકેશ અંબાણી આ વિસ્તરણ માટે સંભવિત રોકાણકારોની શોધમાં છે. તાજેતરના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની વોલમાર્ટ ઇન્ક પણ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવા માટે ચર્ચામાં છે. વોલમાર્ટ ઇંકે 2018માં ભારતની અગ્રણી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને પણ ખરીદી હતી.

અમેરિકન ઇક્વિટી કંપની સિલ્વર લેકે રૂ. 10203 કરોડના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સમાં 2.08% હિસ્સો ખરીદ્યો છે. આ હિસ્સો બે તબક્કામાં ખરીદવામાં આવ્યો છે. સિલ્વર લેકે પહેલીવાર જિયો પ્લેટફોર્મ્સના 1.15% હિસ્સા માટે રૂ. 5,566 કરોડનું રોકાણ કર્યું હતું અને પછી 5 જૂને, તેણે 0.93% હિસ્સેદારી માટે રૂ. 4,547 કરોડનું રોકાણ કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.