હોટલ-હોસ્પિટાલિટી સેક્ટરને 3 માસમાં 15000 કરોડનું નુકસાન

Business
Business

દેશના આર્થિક વિકાસમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરનો સિંહ ફાળો રહ્યો છે. કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતીમાં હોટલ-હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ સાવ ઠપ છે. એટલું જ નહિં લોકડાઉન દૂર થયા પછી અનલોકમાં ઇન્ડસ્ટ્રીઝને ખર્ચનું ભારણ વધી ગયું છે.

સરકાર હોટલ-રેસ્ટોરન્ટને રાત્રીના 11 વાગ્યા સુધી મંજૂરી આપે તો જ સર્વાઇવ થઇ શકે તેમ છે. 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે ત્યારે સરકારે અત્યારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીઝને 7.30-8.00 વાગ્યા સુધીમાં તો બંધ કરી દેવું પડે છે જેના કારણે 10-15 ટકા જ વેપાર શરૂ થયો છે.

હોટલ-હોસ્પિટાલિટી સેક્ટરને ત્રણ માસમાં અંદાજે 15000 કરોડથી વધુનું નુકસાન માત્ર ગુજરાતમાં જ થયું છે. આ સેક્ટરની ગાડી ફરી પાટે ચડતા હજુ સરેરાશ 2-3 માસ જેટલો સમય નિકળી જશે એટલું જ નહિં રાબેતા મુજબ થતા તો દોઢેક વર્ષનો સમય લાગી જશે તે નક્કી છે. દેશમાં આ સેક્ટર દ્વારા સરેરાશ 4.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે જેમાંથી 50 ટકા બેરોજગારી વધશે.

હોટલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ કોર્પોરેટ સેક્ટર પર પણ આધારિત છે. કોરોના મહામારીના કારણે આગામી 3-6 માસ સુધી કોર્પોરેટ સેક્ટર દ્વારા બિઝનેસ મળી શકે તેમ નથી. એટલું જ નહિં ડિજિટલ ક્રાંતિના કારણે હવે કોર્પોરેટ મિટિંગ ઝુમ-વેબિનાર દ્વારા થવા લાગી છે જેની સીધી અસર આ ઇન્ડસ્ટ્રીઝના વેપાર પર પડશે.

કેન્દ્ર સરકાર આ સેક્ટરને એક વર્ષ સુધી ટેક્સ હોલિડે આપે તે જરૂરી છે. આ ઉપરાંત સરકાર પાસે પડેલા અનયુઝ્ડ ફંડમાંથી લોન આપવામાં આવે તો પણ નાણાંકિય કટોકટીમાંથી સેક્ટર બહાર આવી જશે. ઓક્ટોબર માસ સુધી આ ઇન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તેવા સંકેતો નહિંવત્ છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે અનેક રાહત પેકેજની જાહેરાતો કરી છે પરંતુ તેમાં આ સેક્ટરને સીધો કોઇ જ ફાયદો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.