રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ૫૪,૧૨૫ કરોડો રાઈટ ઈશ્યૂ ૨૦ મેના ખુલી ૩ જૂને બંધ થશે

Business
Business

ન્યુ દિલ્હી
ઓઈલથી લઈને ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે જણાવ્યું હતું કે તેનો મેગા ૫૩,૧૨૫ કરોડનો રાઈટ ઈશ્યૂ ૨૦ મેના ખુલશે અને ૩ જૂનના બંધ થશે. ભારતના ધનકુબેર મુકેશ અંબાણીએ ૩૦ એપ્રિલના રોજ જાહેરાત કરીને જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧ઃ૧૫ના રાઈટ ઈશ્યૂથી રૂ. ૫૩,૧૨૫ કરોડ એકત્ર કરશે. છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં કોઈ કોર્પોરેટ કંપનીનો આ સૌથી મોટો રાઈટ ઈશ્યૂ રહેશે.
આરઆઈએલના રાઈટ ઈશ્યૂમાં શેરધારકોની યોગ્યતા માટે અગાઉ ૧૪ મે તારીખ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી હતી. આરઆઈએલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની રાઈટ ઈશ્યૂ કમિટીએ ૧૫ મેના રોજ મળેલી બેઠકમાં ઈશ્યૂ ખોલવાની તારીખ ૨૦ મે તેમજ બંધ કરવાની તારીખ ૩ જૂનને મંજૂર કરી હતી.
રિલાયન્સના વર્તમાન શેરધારકોને દરેક ૧૫ શેર સામે એક રાઈટ શેર રૂ. ૧,૨૫૭ના ભાવે ઓફર કરાશે. રાઈટ શેરની પ્રાઈસ કંપનીના ૩૦ એપ્રિલના બંધ શેર ભાવની તુલનાએ ૧૪ ટકાનું ડિસ્કાઉન્ટ સુચવે છે. શુક્રવારે બીએસઈમાં આરઆઈલેનો શેર ૧,૪૫૮.૯૦ના સ્તરે બંધ રહ્યો હતો.
રાઈટ ઈશ્યૂ દ્વારા રોકડ ખેંચ અનુભવતી કંપનીઓ પોતાના શેરધારકોને વધુ શેર ઓફર કરીને રોકડ એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કંપનીના કામકાજમાં તેમજ ઋણબોજ ઘટાડવામાં કરે છે. શેરધારકોને આ શેર કંપનીના વર્તમાન બજારભાવ કરતા ઓછી કિંમત મળી શકે છે. જા કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝે ત્રણ દાયકામાં આ પ્રથમ રાઈટ ઈશ્યૂ લાવ્યો છે. કંપની પાસે ૨૩.૪ અબજ ડોલરની રોકડ છે. કંપની પોતાના શેરધારકોને વળતરના ભાગરૂપે રાઈટ ઈશ્યૂ યોજી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.