દિવસના અંતે શેરબજાર ગ્રીન ઝોનમાંઃ સેન્સેક્સ ૧૬૭ અંક પ્લસ

Business
Business

મુંબઇ
દિવસભરની વધઘટ બાદ આજે અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર વધીને બંધ આવ્યા છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો અને લોકડાઉન ૪ હેઠળ સરકાર દ્વારા મળેલ છૂટછાટના કારણે આજે માર્કેટને સપોર્ટ મળ્યો છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૬૭ અંક અથવા ૦.૫૬ ટકા વધીને ૩૦,૧૯૬ નજીક બંધ આવ્યો છે. જ્યારે નિફ્ટી ૫૦ આંક પણ ૫૫ પોઈન્ટ અથવા ૦.૬૩ ટકા વધીને ૮,૮૭૯ નજીક સેટલ થયો છે.
આ સિવાય બેંક નિફ્ટીની વાત કરીએ તો બેકિંગ સેક્ટરમાં વેચવાલીને પગલે સૂચકાંક ૮૬ અંક ગગડીને ૧૭,૪૮૬ નજીક બંધ આવ્યો છે. આ સિવાય અન્ય સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર રિયાલિટી ઈન્ડેક્સને છોડી બધા સેક્ટર વધીને સેટલ થયા છે. બીએસઈ પર મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૨ ટકા વધી અને ૦.૨૦ ટકા ઘટીને બંધ આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૧,૦૧૨ સ્ક્રીપમાં તેજી, ૧,૨૫૩ સ્ક્રીપમાં મંદી જાવા મળી જ્યારે ૧૬૪ સ્ક્રીપ્ટ ફેરફાર વગર રહી.
ડોલર સામે રૂપિયામાં ૨૫ પૈસાની તેજી
મંગળવારે ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં શાનદાર તેજી જાવા મળી છે. ડોલર સામે રૂપિયો ૨૫ પૈસા વધીને ૭૫.૬૬ પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા સોમવારે ડોલર સામે રૂપિયો ૭૫.૯૧ પર બંધ આવ્યો હતો. કારોબારી દિવસ દરમિયાન રૂપિયાએ ડોલર સામે ૭૫.૬૩ની ટોચની સપાટી અને ૭૫.૭૯ની નીચલી સપાટી નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.