ચાલુ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી જુન દરમિયાન માત્ર એક કંપનીનો જ IPO આવ્યો, છેલ્લે આવું 2014માં થયું હતું

Business
Business

ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માર્કેટમાં કોરોનાની ભારે અસર જોવા મળી રહી છે. આ કેલેન્ડર વર્ષના પહેલા 6 મહિનામાં ફક્ત એક IPO આવ્યો છે અને તે પણ લોકડાઉન થયું તે પહેલા. અગાઉ 2014માં આવું વાતાવરણ જોવા મળ્યું હતું. તે વર્ષે પણ, પ્રથમ 6 મહિનામાં 2 કંપનીઓના IPO આવ્યા હતા પરંતુ પાછળથી એક કંપનીએ તેનો ઈશ્યુ પાછો ખેચી લીધો હતો. આ વર્ષે પણ આવું જ થઇ રહ્યું છે. SBI કાર્ડનો ઈશ્યુ આવ્યો જયારે અન્ય એક કંપનીએન્ટોની વેસ્ટે તેનો IPO પાછો ખેચી લીધો હતો. વર્ષ 2019માં પહેલા છ મહિનામાં 8 કંપનીઓના ઈશ્યુ જાહેર થયા હતા.

બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવે આવતા છ મહિનાના સુધારા પર બજારની નજર રહેશે. જોકે, SBI કાર્ડને કારણે ગ્રે માર્કેટમાં પણ આંચકો લાગ્યો છે. ગ્રે માર્કેટમાં SBI કાર્ડના સોદા દરેક જગ્યાએ સેટલ થયા ન હતા. આ ઉપરાંત ઘણા પ્રીમિયમ સોદા રદ કરવામાં આવ્યા હતા. લોકડાઉન પહેલા અમદાવાદના ગ્રે માર્કેટ ઓપરેટરોએ સેટલમેન્ટ કરી લીધું હતું. આ બતાવે છે કે જો ગ્રે માર્કેટમાં સુધારો નહી થાય તો તેની સીધા અસર IPO માર્કેટમાં પણ થશે.

આ વર્ષની શરૂઆતમાં, રૂ. 20 હજાર કરોડના IPO આવે તેવી અપેક્ષા હતી. પરંતુ વર્તમાન સંજોગોને કારણે તમામ IPO મુલતવી રાખવામાં આવ્યા હતા. આ વર્ષે, SME પ્લેટફોર્મમાં પણ પાછલા વર્ષ કરતા નોંધપાત્ર રીતે ઓછા ઈશ્યુ જોવા મળ્યા છે. BSE અને NSE પર SMEના માત્ર 11 ઈશ્યુ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.