ચાંદી 1500 ઘટી 64000, રૂપિયો સુધરતા સોનું ઘટ્યું

Business
Business

બૂલિયન માર્કેટમાં ઘટાડાની ચાલ જોવા મળી છે. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર ન થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 25 ડોલરથી વધુ ઘટી 1935 અને ચાંદી 27 ડોલરની સપાટી અંદર 26.50 ડોલર ક્વોટ થવા લાગી છે. જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત બની 73.38 બંઘ રહેતા અમદાવાદ ખાતે સોનું 400ના ઘટાડા સાથે રૂ.53100 અને ચાંદીમાં 1500નો ઘટાડો થઇ 64000ની સપાટી અંદર ક્વોટ થવા લાગી છે. સોના ચાંદીમાં હાલ તેજીના સંકેતો સાંપડતા નથી.

ફોરેક્સ માર્કેટમાં રૂપિયાની મૂવમેન્ટના આધારે સ્થાનિક બજારોમાં ભાવ અથડાઇ રહ્યાં છે. અધિક માસના કારણે હાજરમાં ડિમાન્ડ ઠંડી છે. નવરાત્રી-દિવાળી પર સોનાની કિંમત કેવી રહે છે તેના પર ગ્રાહકોની નજર છે. ચોમાસું સારૂ થતા ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડ પર સેક્ટરનો મુખ્ય આધાર રહેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.