પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા: ગત બુધવારની રાત્રે ભાભર શહેરમાં વાવ રોડ પર આવેલ બાલાજી સોસાયટી ભાગ-1 ના વધુ એક મકાનમાં અજાણ્યા ઇસમોએ તાળાં તોડીને દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. આ બાબતે સવારે ભોગ બનેલ મકાન માલીકને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવેલ.કિન્નર રંજન માસી તેમજ સાથે રહેતા બીજા કિન્નર માસીએ જણાવ્યું કે અમો ગત બુધવારે નાથપુરા સંમેલનમાં ગયેલા હતા.જ્યાંથી સવારમાં પરત ફરતા જોયું તો ઘરના તાળા તૂટેલા હતા.અને ઘરમાં રાખેલ 45 હજાર રોકડા તેમજ સોનાના દાગીના સહિતની ચોરી થયેલ છે. નગરમાં શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો અવારનવાર ચોરી કરી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. તેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતા.

- January 3, 2025
0
106
Less than a minute
You can share this post!
editor