અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મોટો મેળો યોજાઈ રહ્યો છે. આજે આ આનંદના રંગમાં ભંગ પડયો. આજે અંબાજી ખાતે આખલાનો આંતક જોવા મળ્યો. સાત નંબર ગેટ પાસે આખલાએ મહિલાને અડફેટે લેતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. અંબાજી જતા માર્ગમાં અત્યારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના દર્શનનું મહત્વ છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મોટો મેળો યોજાઈ રહ્યો છે. આજે અંબાજી ખાતે આખલાનો આંતક જોવા મળ્યો. અંબાજી ખાતે આખલાએ મહિલા દર્શનાર્થી પર હુમલો કર્યો. ગંભીર ઇજા થતા મહિલાને ત્યાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાવામાં આવી. મહિલા દર્શનાર્થીને ગંભીર હાલતમાં 108 વડે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે અંબાજીમાં 7 દિવસીય ભાદરવી મહા કુંભ યોજાઇ રહ્યો છે. આ મહા કુંભ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળામાં અંબાજી ખાતે માતાના દર્શન કરવા પહોંચતા હોય છે. ફક્ત ગુજરાત જ નહી દેશ-વિદેશથી ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવતા હોય છે. આ મેળામાં ભાગ લેવા મંડળો અને સંઘો ધજા લઈને પગપાળા ચાલી અંબાજી ખાતે માતાના દર્શનનો લાભ લે છે.

